Asthi Visarjan : સૌ કોઇ જાણતું હશે કે, પ્રિયજનના મૃત્યુ બાદ તેમના અસ્થિ ગંગામાં વિસર્જિત કરવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ગંગામાં અસ્થિ વિસર્જનનું ઘણું મહત્વ દર્શાવાયું છે પરંતુ તમે વિચાર્યું છે ખરા કે, શા માટે ગંગામાં જ અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે?  તો અહીં અમે તમને જણાવીશું તેની પાછળની લોકવાયકા વિશે.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમયની વાત છે. હસ્તીનાપુર રાજા શાંતનું એ જ્યારે રાણીને ગંગા કિનારે જોયા ત્યારે લગ્નનો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે રાણીએ એક વચન માગ્યું કે, રાજા ક્યારેય પણ જીવનમાં તેમને કોઇપણ વાતને લઇને પ્રશ્ન નહીં કરે અને જો તેઓએ એવું કર્યું તો, રાણી હંમેશા માટે તેઓને છોડીને જતા રહેશે. 


સમયાંતરે બધુ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પરંતુ એક સમયે રાજા શાંતનુએ જોયું તો રાણીએ તેમના બાળકને નદીમાં ત્યાગી દીધું. રાજા વચન પ્રમાણે કશું પૂછી ન શક્યા. એક-બે અને જ્યારે રાણીને આઠમું બાળક આવ્યું તો ફરી એકવાર રાણી બાળકને લઇને ગંગા નદી તરફ ચાલ્યા પરંતુ આ વખતે રાજાની ધીરજ ખૂટી અને પૂછ્યું ત્યારે રાણીએ જણાવ્યું કે, તે બ્રહ્માની પુત્રી છે અને ઋષિ વશિષ્ઠે તેમના બધા બાળકો ધરતી પર પેદા થશે તેવો શ્રાપ આપ્યો છે. જો તે બાળકોને ગંગામાં ત્યાગી દે છે તેઓને મનુષ્ય લોકમાંથી કાયમ માટે મુક્તિ મળી જશે. 


એટલા માટે લોકો પ્રિયજનોની મુક્તિ અર્થે ગંગામાં અસ્થિ વિસર્જન કરે છે જેના કારણે મૃતકોને મોક્ષ મળી રહે...


આ પણ વાંચો:
રસોડામાં રાખેલા આ મસાલા આર્થિક સમસ્યાથી અપાવશે મુક્તિ, ગ્રહ દોષ, વાસ્તુ દોષ થશે દુર
રાશિફળ 13 માર્ચ: આ જાતકોને ગ્રહ ગોચર અકલ્પનીય સફળતા અપાવશે, સુખ-સંપત્તિ વધશે

કૂવામાં પડેલો શ્વાન-બિલાડી દોઢ વર્ષ પાણી વગર જીવતો રહ્યો, એંઠવાડો ખાઈને આપી માત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube