Maa Lakshmi Ke Upay: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દર રાશિનો સંબંધ કોઈને કોઈ દેવી દેવતા સાથે હોય છે. આ સાથે જ સંબંધિત ગ્રહનો પ્રભાવ પણ વ્યક્તિના જીવન પર જોવા મળે છે. આજે આપણે એવી કેટલીક રાશિઓ વિશે જાણીશું જેનો સંબંધ માતા લક્ષ્મી સાથે હોય છે. એવી માન્યતા છે કે આ રાશિઓને મહેનત વગર કે પછી ઓછી મહેનતે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે. આ સાથે જ આ લોકો ખુબ લોકપ્રિય પણ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતા લક્ષ્મીને પ્રિય છે આ રાશિ...


કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિનો સ્વામી ચંદ્રમા છે. ચંદ્રમાને સુખ, મન અને માતાનો કારક માનવામાં આવે છે. આ કારણે મા લક્ષ્મીની કૃપા ચંદ્રમા રાશિવાળા પર સૌથી વધુ હોય છે. આ રાશિવાળા જાતકોને મા લક્ષ્મીની કૃપાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે અને ધન લાભ થાય છે. 


વૃષભ રાશિ
અત્રે જણાવવાનું કે આ રાશિનો સ્વામી શુક્ર છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રને ધન ધાન્ય સંપત્તિનો કારક માનવામાં આવે છે. આવામાં આ રાશિના જાતકો પર માતા લક્ષ્મી ખાસ કરીને મહેરબાન હોય છે. આ લોકો પોતાની મહેનતના દમ પર દરેક જગ્યાએ સફળતા મેળવે છે. બિઝનેસમાં પણ આ લોકોને ખુબ સફળતા મળે છે. આવકના નવા સ્ત્રોતો પણ  ખુલે છે. 


તુલા રાશિ
જ્યોતિષ મુજબ તુલા રાશિનો સ્વામી પણ શુક્ર ગ્રહ છે. એવું કહે છે કે શુક્રને આકર્ષણ, ધન ઐશ્વર્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિવાળા દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે. 


હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા, હોળાષ્ટકમાં કેમ મંગલ કામ કરવામાં આવતા નથી?


Tuesday Upay: મંગળવારે કરો હનુમાનજીના આ 4 ઉપાય, તમામ સમસ્યાઓ થશે દૂર


જો સપનામાં જોવા મળે આ 5 વસ્તુઓ તો ખુલી જશે તમારી કીસ્મત, તિજોરીમાં થશે ધનના ઢગલા


સિંહ  રાશિ
અત્રે જણાવવાનું કે આ રાશિનો સ્વામી સૂર્ય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યને તમામ ગ્રહોનો રાજકુમાર ગણવામાં આવે છે. આ રાશિના જાતકો દ્રઢ નિશ્ચય, ઉત્સાહ અને તેજ હોય છે. પોતાની મહેનતના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે. એટલું જ નહીં, માતા લક્ષ્મીની કૃપાથી આ લોકોએ જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. 


વૃશ્ચિક રાશિ
આ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને આવામાં આ ગ્રહ શક્તિ, સાહસ, પરાક્રમ અને શૌર્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ રાશિવાળા ઉપર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. તેઓ પોતાની મહેનતના દમ પર સફળતાના શિખર ચૂમે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube