હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા, હોળાષ્ટકમાં કેમ મંગલ કામ કરવામાં આવતા નથી?
હિંદુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્ત્વ છે અને દેશભરના લોકો આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. હોળીની વિશેષતા એ છે કે માત્ર હિંદુઓ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો પણ તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ધૂળેટીના પહેલા દિવસે હોળીકા દહન થાય છે જેને હોળી કહેવામાં આવે છે. આ દિવસે લોકો હોળીની આજુબાજુ ફરીને તેના દર્શન કરે છે.
Trending Photos
હિંદુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્ત્વ છે અને દેશભરના લોકો આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. હોળીની વિશેષતા એ છે કે માત્ર હિંદુઓ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો પણ તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ધૂળેટીના પહેલા દિવસે હોળીકા દહન થાય છે જેને હોળી કહેવામાં આવે છે. આ દિવસે લોકો હોળીની આજુબાજુ ફરીને તેના દર્શન કરે છે.
હોલિકા દહન 2023ની તારીખ :
હિન્દુ કેલેન્ડર મુજબ, ફાગણ મહિનાની પૂર્ણિમાની તારીખ 6 માર્ચે સાંજે 4.18 વાગ્યે શરૂ થશે અને 7 માર્ચે સાંજે 6.10 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર હોળીકા દહનનો તહેવાર 7મી માર્ચે ઉજવવામાં આવશે.
કેમ અશુભ હોય છે હોળાષ્ટકનો સમય:
હિંદુ માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ હોળાષ્ટક દરમિયાન કોઈ માંગલિક કામ કરે છે તો તેને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં વ્યક્તિના જીવનમાં ઝઘડો, બીમારી અને અકાળ મૃત્યુનો ખતરો વધી જાય છે. આથી હોળાષ્ટકના સમયને શુભ માનવામાં આવતો નથી.
હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા:
હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો. તેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં'. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો હતો. તેણે સ્વર્ગ અને પૃથ્વિ પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો
Tuesday Upay: મંગળવારે કરો હનુમાનજીના આ 4 ઉપાય, તમામ સમસ્યાઓ થશે દૂર
જો સપનામાં જોવા મળે આ 5 વસ્તુઓ તો ખુલી જશે તમારી કીસ્મત, તિજોરીમાં થશે ધનના ઢગલા
આ પાંચ રાશિના લોકો પર વરસશે ભગવાન શિવની કૃપા, ધન-ધાન્યમાં થશે વધારો
હોળી રમતાં રાધા કૃષ્ણ અને ગોપ-ગોપીઓ:
આ દરમિયાન, હિરણ્યકશ્યપનો પોતાનો પુત્ર પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેણે ઇશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશ્યપએ બાળક પ્રહલાદને પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી. જેના કારણે હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ. જયારે પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. ત્યારબાદ ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે. જેમાં વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરી અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ અસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.
હોળાષ્ટકને લઈને બીજી પૌરાણિક કથા:
કહેવામાં આવે છે કે હોળાષ્ટકના દિવસે ભગવાન શિવે કામદેવને ભસ્મ કરી દીધા હતા. કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે મહાદેવ ક્રોધિત થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે પોતાના ત્રીજા નેત્રથી કામ દેવતાને ભસ્મ કરી દીધા હતા. જોકે કામદેવે ખોટા ઈરાદાથી ભગવાન શિવની તપસ્યા ભંગ કરી ન હતી. કામદેવના મૃત્યુ વિશે જ્યારે માહિતી મળે છે ત્યારે આખું દેવલોક શોકમાં ડૂબી જાય છે. તેના પછી કામદેવની પત્ની રતિએ ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરી અને પોતાના મૃત પતિને પાછા લાવવાની મનોકામના માગી. જેના પછી ભગવાન શિવે કામદેવને પુનર્જિવિત કરી દીધા હતા.
આ પણ વાંયો:
Holi 2023: આ ધુળેટી પર રંગથી રમતા પહેલા રાખો આટલું ધ્યાન..
મોતની ખુરશી! 300 વર્ષ જુની ખુરશીએ લીધો છે 63 લોકોનો ભોગ, જાણો શ્રાપિત ખુરશીની કહાની
રાશિફળ 28 ફેબ્રુઆરી: આ જાતકો માટે ભારે ઉથલપાથલવાળો રહેશે દિવસ, વાણી પર સંયમ રાખવો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે