Diwali 2023: આજે તમને દિવાળીની પૂજા સંબંધિત કેટલીક ટિપ્સ આપીએ. આ ઉપાયો કરવામાં એકદમ સરળ છે પરંતુ તે ખૂબ જ ઉપયોગી અને અસરકારક છે. તેને કરવાથી ઘરમાંથી દરિદ્રતા દુર થઈ જાય છે અને દેવી લક્ષ્મીનું આ ઉપાય કરનારના ઘરમાં આગમન થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. દિવાળીનો સમય આર્થિક લાભ માટેના ઉપાયો કરવા માટે શુભ માનવામાં આવે છે. નાનાથી લઈને મોટા સુધી તમામ વેપારીઓ તેમની દુકાનો પર દેવી લક્ષ્મીની પૂજા કરે છે. પરંતુ તેની સાથે ઘરે આવીને શુભ સમયે ઘરમાં પણ પૂજા કરવી અને ઘરમાં દીવા પ્રગટાવવા જોઈએ. 


આ પણ વાંચો: Vipreet Rajyog 2023: દિવાળી પહેલા બનેલો વિપરીત રાજયોગ આ 4 રાશિઓને કરાવશે અચાનક ધનલાભ


2. પૂજા માટે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની સ્થાપના કરતા પહેલા તેમને પ્રણામ કરીને સ્વસ્તિક બનાવો. આ સિવાય સ્વસ્તિક ઘરની તિજોરી, કબાટ, પૂજા રૂમ અને મુખ્ય દરવાજા પર બનાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.


3. દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજા કરો ત્યારે શ્રી યંત્ર, કુબેર યંત્ર, દક્ષિણાવર્તી શંખ, એકાક્ષી નારિયેળ વગેરે રાખીને તેમની પૂજા કરવી જોઈએ. આ રીતે પૂજા કરવાથી ઘરમાં ધનની ખામી રહેતી રહેતી.


4. દિવાળીના સમયે સાંજે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવો અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો ત્યારબાદ પાછળ વળ્યા વિના ઘરે પરત ફરો. 


આ પણ વાંચો: Deepotsav 2023: દિવાળી છે પંચ દિવસીય મહાપર્વ, જાણો દીપોત્સવના દરેક દિવસના મહત્વ વિશે


5. નરક ચતુર્દશીના દિવસે વરુણ, યમ અને હનુમાનજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસને હનુમાન જયંતિ માનવામાં આવે છે, તેથી હનુમાનજીને ચોલા અર્પણ કર્યા પછી તેમને ભોગ ચઢાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો. 


6. નરક ચતુર્દશીના દિવસે ઘરના તમામ બાથરૂમની બહાર તેલનો દીવો પ્રગટાવો શુભ માનવામાં આવે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)