Deepotsav 2023: દિવાળી છે પંચ દિવસીય મહાપર્વ, જાણો દીપોત્સવના દરેક દિવસના મહત્વ વિશે

Deepotsav 2023: મોટાભાગે ધનતેરસ અને દિવાળીને જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ હકીકતમાં દિવાળી પાંચ દિવસનો મહાપર્વ છે જેના દરેક દિવસનું વિશેષ મહત્વ છે. 

Deepotsav 2023: દિવાળી છે પંચ દિવસીય મહાપર્વ, જાણો દીપોત્સવના દરેક દિવસના મહત્વ વિશે

Deepotsav 2023: દિવાળી એટલે પંચ દિવસીય મહાપર્વ. આ પર્વના દરેક દિવસનું ખાસ મહત્વ હોય છે. મોટાભાગે ધનતેરસ અને દિવાળીને જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ હકીકતમાં દિવાળી પાંચ દિવસનો મહાપર્વ છે જેના દરેક દિવસનું વિશેષ મહત્વ છે. મત્સ્ય પુરાણ અનુસાર લક્ષ્મીજીની આરતી કરવાને દિપાવલી કહેવામાં આવે છે. ધન લાભ માટે દિવાળીનો સમય પરમ સિધ્ધિદાયક ગણવામાં આવ્યો છે. આ રાત્રે સિદ્ધિ સરળતાથી મળે છે, આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધન તેમજ સમૃદ્ધિ વધે છે અને દરિદ્રતાથી મુક્તિ મળે છે. વેપારમાં વૃદ્ધિ થાય તે માટે ધનતેરસથી લઈને કારતક મહિનાની બીજ સુધી દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે 10 નવેમ્બર અને ધનતેરસથી શરૂ થશે અને 15 નવેમ્બર અને ભાઈબીજ સુધી ઉજવાશે.

દીપોત્સવના પાંચ દિવસનું મહત્વ

ધન તેરસ

આ પાંચ દિવસે મહાપર્વનો પ્રારંભ ધનતેરસથી થાય છે. આ વર્ષે 10 નવેમ્બરે ધનતેરસ ઉજવાશે. આ દિવસે દેવતાઓના ધનના રક્ષક ભગવાન કુબેર અને આરોગ્યના દેવતા ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. જેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે.

નરક ચતુર્દશી

ત્યાર પછી નરક ચતુર્દશી આવે છે જેને કાળી ચૌદસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે જલના દેવતા વરુણ, મૃત્યુના દેવતા યમ અને ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત અને સંકટ હરનાર હનુમાનજીની ઉપાસના કરવાની હોય છે. આ દિવસે ભગવાન હનુમાનને સિંદૂર અને ચોલા ચઢાવવાની પરંપરા છે આ સાથે જ 100 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. 

દિવાળી

ત્યાર પછી દિવાળીનો મુખ્ય પર્વ આવે છે જે અમાસના દિવસે ઉજવાય છે આ દિવસે પ્રથમ પૂજ્ય ગણેશજી અને મહાલક્ષ્મીની આરાધના અને પૂજા કરવામાં આવે છે. અમાસની રાત્રિ અંધકારમય હોય છે તેથી આ રાત્રે દીપ પ્રજ્વલિત કરીને માતા લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે.

ગોવર્ધન પૂજા

દિવાળીના બીજા દિવસે કારતક મહિનાની એકમ હોય ત્યારે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. આ દિવસે અન્નના દેવતાને પૂજવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં અન્નકૂટ ધરવામાં આવે છે.

ભાઈ બીજ

પંચ દિવસીય મહાપર્વની પૂર્ણાહુતિ ભાઈબીજના દિવસે થાય છે. ભાઈ બીજ નો દિવસ યમ અને તેમની બહેન યમુના સાથે સૃષ્ટિના લેખાજોખા રાખનાર ભગવાન ચિત્રગુપ્તને સમર્પિત છે. આ દિવસે તેમની આરાધના કરવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news