Tulsi Plant: ઘરમાં તુલસીનો છોડ હોય તો ધ્યાનમાં રાખો આ વાત...જો સૂકાવા લાગે તો મોટી ચિંતાનો વિષય!
Tulsi Plant: જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલસીને ઘરમાં લગાવીને રોજ તેની પૂજા કરવાથી ખુશહાલી આવે છે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે. તેનાથી ધનલાભના યોગ બને છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે. જો કે અનેકવાર તુલસીની દેખભાળ કરવા છતાં પણ તુલસી સુકાઈ જાય છે. આવામાં તરત કઈક ઉપાય કરવા જરૂરી છે.
Tulsi Plant Astro Remedies: સનાતન ધર્મમાં તુલસીના છોડને ખુબ જ પૂજનીય માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ તેમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ છે. આવામાં આ છોડનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલસીને ઘરમાં લગાવીને રોજ તેની પૂજા કરવાથી ખુશહાલી આવે છે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે. તેનાથી ધનલાભના યોગ બને છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે. જો કે અનેકવાર તુલસીની દેખભાળ કરવા છતાં પણ તુલસી સુકાઈ જાય છે. આવામાં તરત કઈક ઉપાય કરવા જરૂરી છે.
પધરાવી દેવા જોઈએ
તુલસીનો છોડ જો સૂકાવવા લાગે કે કરમાઈ જાય તો તેને પ્રગતિમાં આવનારી બાધા તરીકે જોવામાં આવે છે. આવામાં જો તુલસી કરમાઈ જાય તો તેના છોડને લઈને તરત પવિત્ર નદીમાં પધરાવી દેવા જોઈએ. નદી ન હોય તો કોઈ જળાશયમાં પણ પધરાવી શકાય.
બીજા તુલસી
તુલસી સૂકાઈ જાય તો તેને જો નદીમાં પધરાવવા જઈ રહ્યા હોવ તો દિવસનું ધ્યાન રાખવું જરૂરી છે. તુલસીના છોડને રવિવારે નદીમાં પધરાવવા જોઈએ નહીં. તુલસી સૂકાઈ જાય તો તરત તે છોડની જગ્યાએ બીજો તુલસીનો છોડ લાવી દેવો જોઈએ.
ટિપ્સ
તુલસીના છોડમાં શિયાળામાં ઠંડું પાણી નાખવું જોઈએ નહીં. હૂંફાળું પાણી નાખવાથી પાંદડા કરમાતા નથી. તેની મંજરીઓને ઠંડીની ઋતુમાં હટાવી દેવી જોઈએ. કારણ કે તેના સૂકાઈ જવાથી તુલસી પણ સૂકાઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)