પૂજા-પાઠમાં કેમ કરાય છે અગરબત્તી? આ બે દિવસે અગરબત્તી કરવાથી થાય છે અપશુકન!
Astro Tips For Agarbatti: પૂજાપાઠ કરતી વખતે આપણાં લોકો દીવો અને અગરબત્તી કરવામાં આવે છે. જોકે, તેની પાછળનું ચોક્કસ પણ ભાગ્યે જ જાણતા હોવ. જાણો શું છે તેની પાછળની હકીકત...
Agarbatti Jalane Ke Fayade: પૂજાપાઠ સાથે જોડાયેલી છે ધૂપ અને અગરબત્તીની વાત. ઘર હોય કે ઓફિસ, મંદિર હોય કે રાજ મહેલ દરેક જગ્યાએ જ્યાં કોઈપણ પ્રકારનો પૂજાપાઠ કરવામાં આવે છે ત્યાં ધૂપ કે અગરબત્તી કરવામાં આવતી હોય છે. તેની પાછળ ઘણાં કારણો રહેલાં છે. જોકે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ અઠવાડિયામાં બે દિવસો એવા પણ હોય છે જ્યારે અગરબત્તી નથી કરવામાં આવતી. આ બે દિવસ દરમિયન અગરબત્તી કરાનારને થવું પડે છે હેરાન પરેશાન. આ અમે નથી કહી રહ્યાં પણ જ્યોતિષ શાસ્ત્રમાં આ વાત કહેવાઈ છે.
લગભગ દરેક પુજામાં અગરબત્તી અને ધુપબત્તી જરૂર કરવામાં આવે છે. વગર અગરબત્તી-ધૂપબત્તીએ પૂજા અધૂરી રહી જાય છે. ગૃહપ્રવેશ, ઉદ્ધાટન જેવા શુભ કામોમાં પણ અગરબત્તી-ધૂપબત્તીનો ઉપયોગ થાય છે. લોકો પવિત્ર નદીઓના દર્શન કરતી વખતે દીપદાન કરવાની સાથે સાથે અગરબત્તી લગાવીને પૂજા જરૂર કરે છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આમ કેમ કરવામાં આવે છે?
ધૂપ-અગરબત્તી કેમ કરાય છે?
અગરબત્તી-ધૂપનો ઉપયોગ તેની સુગંધના કારણે કરવામાં આવે છે. જેથી પૂજા-પાઠ વખતે માહોલ સુગંધિત હોય. માહોલથી નકારાત્મકતા ખતમ થાય છે અને તેના કારણે સકારાત્મક્તા આવે છે. અગરબત્તી-ધૂપબત્તીથી ફેલાતી સુગંધ મનને શાંતી આપે છે અને ખૂબ સારુ મહેસુર થાય છે. તેનાથી વ્યક્તિના મનમાં પણ પવિત્રતા અને શાંતિ આવે છે. તેના કારણે અગરબત્તી-ધૂપબત્તી બનાવવામાં ઘણા પ્રકારની ઓષધિ અને ફૂલોમાંથી નિકળતા અર્કનો ઉપયોગ કરવામાં આવે છે. વાતાવરણને આવી જ પવિત્ર સુગંધથી પવિત્ર કરવા માટે પુજા-આરતીમાં કપૂર પણ સળગાવવામાં આવે છે. કપૂરની સુગંધ ઘણા વાસ્તુ દોષને દૂર કરે છે.
શું છે માન્યતા?
સૌથી મહત્વની વાત એ છે કે અગરબત્તી-ધૂપબત્તી કરવાથી દેવી- દેવતા પ્રસન્ન થયા છે. અલગ અલગ દેવી-દેવતાઓને અલગ અલગ સુગંધ પ્રિય છે. માટે તેમને તેવી સુગંધવાળી અગરબત્તી અથવા અત્તર ચઢાવવું જોઈએ. જેવી રીતે લક્ષ્મીજીને ગુલાબની સુગંધ અને શંકરજીને કેવડાની સુગંધ પ્રિય છે. માટે પુજા વખતે ભગવાનને પ્રિય સુગંધ વાળી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રવિવાર અને મંગળવારે અગરબત્તી ન કરવી જોઈએ. એની પાછળ એ કારણ છેકે, અગરબત્તી વાંસમાંથી બનાવવામાં આવે છે. વાંસને હાલના દિવસોમાં સળગાવવું એ અશુભ માનવામાં આવે છે. આવું કરતાથી ઘરમાં ગરબી, તકલીફો અને દરિદ્રતા આવે છે. ઘરના લોકો માનસિક, શારિરિક કે આર્થિક તકલીફોમાં રહે છે. તેથી આ દિવસોમાં ન પ્રગટાવવી જોઈએ અગરબત્તી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)