Sunset Tips: જ્યોતિષ શાસ્ત્રમાં ભાગ્ય વધારવા અને દુર્ભાગ્યનો નાશ કરવા માટે કેટલાક ઉપાયો અને નિયમો જણાવવામાં આવ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યાસ્તના સમયે કેટલાક કાર્યો કરવાની મનાઈ છે. આ કામ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યાસ્તના સમયે ન કરો આ કામઃ
બારણે ન ઉભા રહોઃ 

જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે, સૂર્યાસ્તના સમયે જો કોઈ કામ કરવામાં આવે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. સૂર્યાસ્ત સમયે ઘર અથવા દુકાન પર ઉભા રહીને વાત કરવાનું ટાળો. આ દરમિયાન કોઈની સાથે લેવડ-દેવડની વાત પણ ન કરવી જોઈએ.


સૂર્યાસ્તના સમયે દાન ન કરોઃ
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, સાંજે દાન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે. તેથી સૂર્યાસ્તના સમયે કોઈએ દાન ન કરવું જોઈએ. આ દરમિયાન કોઈ પણ વ્યક્તિએ દૂધ, દહીં, ઘી, રૂપિયા અને પૈસાનું દાન ન કરવું જોઈએ.


આ પણ વાંચો: ભારતનું હૃદય આ છે રાજ્ય: ઉનાળું વેકેશનમાં આ 9 ધોધની મુલાકાત લેશો તો વળશે ટાઢક
આ પણ વાંચો:  Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો: ખાતા હશો પણ ખબર નહી હોય, રોટલી પીરસવાનો પણ છે નિયમ, તમે ભૂલ નથી કરતા ને!


શારીરિક સંબંધ ન બાંધોઃ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમયે ભૂલથી પણ શારીરિક સંબંધ ન બનાવો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, આ સમય ગાય ધોવાનો સમય છે, આ સમયે પૂજા કરવામાં આવે છે અને ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ સમયે મા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ.


વાળ ન ધોવો અને શણગાર ન કરોઃ
જ્યોતિષશાસ્ત્રમાં સાંજે વાળ ધોવા અને સજાવટ કરવાની મનાઈ છે. આ દરમિયાન આ વસ્તુઓ કરશો તો માતા લક્ષ્મી હંમેશા માટે ઘર છોડી જશે. 


કપડાં ધોશો નહીં
સૂર્યાસ્ત સમયે કપડાં ધોવાથી દૂર રહેવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જો તમારે કોઈ કારણસર સાંજે કપડાં ધોવા પડે તો ભૂલથી પણ સાંજે કપડાં બહાર ન મૂકવા જોઈએ.


આ પણ વાંચો:  એક MMS એ બરબાદ કરી નાખ્યું કરિયર, જાણો બોલીવુડમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ આ અભિનેત્રી?
આ પણ વાંચો:  Shani Dev: આ છે શનિદેવની મનપસંદ રાશિઓ, બનાવી દે છે રંકમાંથી રાજા
આ પણ વાંચો:  વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે? જાણો શું છે નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી


સ્નાન ન કરો, કચરો ન વાળોઃ
ઘરના કામકાજ માટે શાસ્ત્રોમાં દરેક વસ્તુનો યોગ્ય સમય જણાવવામાં આવ્યો છે. સૂર્યાસ્ત પછી સ્નાન કરવું, ઘર સાફ કરવું અથવા સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર વગેરે ટાળવું જોઈએ. પુરાણોમાં આ વસ્તુઓનો ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે આ સમયે વૃક્ષો અને છોડને પણ સ્પર્શ ન કરવો જોઈએ.


વાળ ના ધોવો અને વાળ ન કાપોઃ
શાસ્ત્રોમાં વાળ કાપવા અને મુંડન કરવા અંગે પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાત્રે વાળ કાપવા અથવા મુંડન કરાવવું કોઈ પણ વ્યક્તિ માટે શુભ નથી. જો કોઈ વ્યક્તિ આવું કરે છે, તો તેના પર નકારાત્મકતા હાવી થઈ જાય છે. આટલું જ નહીં, મા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે, જેના કારણે વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડે છે.


આ પણ વાંચો: અહીં છે Bhool Bhulaiyaa મંજૂલિકાવાળો મહેલ, 300 વર્ષ જૂની આ હવેલી જાણો રહસ્ય!
આ પણ વાંચો:
 નિવૃતિ પછી કેવી રીતે 18,857 રૂપિયાનું પેન્શન મળશે, જાણો એક ક્લિક પર
આ પણ વાંચો:
 સાસરીયાઓએ સોનાની ઇંટો વડે નવવધૂને તોલી, જોતા જ રહી ગયા મહેમાનો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube