આ સમયે ભ્રમણ કરવા નીકળે છે અલક્ષ્મી, ભુલથી પણ કરશો આ કામ તો ઘરમાં થશે દરિદ્રતાનો વાસ
Astro Tips: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાંજના સમયે ધનના દેવી માતા લક્ષ્મી સાથે દરિદ્રતા એટલે કે અલક્ષ્મી પણ ભ્રમણ કરવા નીકળે છે. જે ઘરમાં સાંજના સમયે કેટલાક નિયમોનું પાલન નથી થતું તે ઘરમાં અલક્ષ્મી પ્રવેશ કરે છે. આ સમયે થતા કેટલાક કામ દરિદ્રતાને આકર્ષિત કરે છે.
Astro Tips: શાસ્ત્રો અનુસાર ધન અને સંપત્તિ આપનાર દેવી માતા લક્ષ્મી હોય છે. જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય દરિદ્રતા તકતી નથી. આવા ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે. પરંતુ તેમ છતાં ઘણા લોકોના ઘરમાં આર્થિક સમસ્યાઓ રહેતી હોય છે. શું તમે આર્થિક સમસ્યાઓ પાછળનું કારણ જાણો છો ?
આજે તમને તેનું કારણ જણાવીએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાંજના સમયે ધનના દેવી માતા લક્ષ્મી સાથે દરિદ્રતા એટલે કે અલક્ષ્મી પણ ભ્રમણ કરવા નીકળે છે. જે ઘરમાં સાંજના સમયે કેટલાક નિયમોનું પાલન નથી થતું તે ઘરમાં અલક્ષ્મી પ્રવેશ કરે છે. આ સમયે થતા કેટલાક કામ દરિદ્રતાને આકર્ષિત કરે છે.
આ પણ વાંચો:
Pitru Paksha 2023: દીકરો ન હોય તો કોણ કરી શકે શ્રાદ્ધ ? જાણો પિતૃ પક્ષનો ખાસ નિયમ
મંગળના રાશિ પરિવર્તનથી 3 રાશિઓ પર થશે ધનવર્ષા, દિવાળી સુધીમાં બનશે લખપતિ
Astro Tips: કુંડળીમાં આ ગ્રહની મજબૂત સ્થિતિ વ્યક્તિને આપે છે રાજા જેવું જીવન
સાંજે 4 વાગ્યાથી લઈને 7 કલાક સુધીનો સમય પ્રદોષ કાળ કહેવાય છે. આ સમયે ભગવાન શિવ પૃથ્વી પર ભ્રમણ કરે છે. ત્યાર પછી સાંજે 7 થી રાતે 9:00 કલાક સુધી માતા લક્ષ્મી અને દરિદ્રતા એક સાથે ભ્રમણ કરવા નીકળે છે. માતા લક્ષ્મી અને દરિદ્રતા અલગ અલગ ઘરમાં પ્રવેશ કરે છે. જે ઘરમાં કેટલાક નિયમોનું પાલન થાય છે ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને જે ઘરમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોય ત્યાં દરેક રીતે વાસ કરે છે.
કેવા ઘરમાં પ્રવેશે છે દરિદ્રતા ?
જે લોકોના ઘરના મુખ્ય દરવાજાની બહાર કચરો હોય છે અને ઘરમાં પણ ગંદકી જોવા મળે છે ત્યાં માતા લક્ષ્મીને બદલે દરિદ્રતા પ્રવેશ કરે છે. માતા લક્ષ્મીને સ્વચ્છ ઘર પસંદ છે. તેથી ઘરના મુખ્ય દ્વારની સાથે ઘરમાં પણ નિયમિત સાફ-સફાઈ કરવી અને સ્વચ્છ કપડાં પહેરવા.
સાંજના સમયે ઘરના મંદિરમાં દીવો કરવો જરૂરી છે. જે ઘરમાં સંધ્યા સમયે દીવો થાય છે ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે. પરંતુ જે ઘરમાં દીવો પ્રજવલિત થતો નથી અને અંધકાર હોય છે ત્યાં દરિદ્રતા ભ્રમણ કરવા નીકળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)