ઓગસ્ટમાં બનશે ચતુર્ગ્રહી યોગ, 4 મોટા ગ્રહ આ 3 રાશિવાળાને કરાવશે આકસ્મિક `છપ્પરફાડ` ધનલાભ
Chaturgrahi Yoga 2023: વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. અનેકવાર એક રાશિમાં એક કરતા વધુ ગ્રહો એક સાથે બિરાજમાન થાય છે. એક ખગોળીય ઘટના છે જે ચતુર્ગ્રહી યોગ નામથી ઓળખાય છે.
Chaturgrahi Yoga 2023: વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. અનેકવાર એક રાશિમાં એક કરતા વધુ ગ્રહો એક સાથે બિરાજમાન થાય છે. એક ખગોળીય ઘટના છે જે ચતુર્ગ્રહી યોગ નામથી ઓળખાય છે. 17 ઓગસ્ટના રોજ આ શુભ યોગ સિંહ રાશિ પર બનશે અને તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. ઓગસ્ટમાં બનતા ચતુર્ગ્રહી યોગનો ત્રણ રાશિના જાતકો પર સૌથી વધુ પ્રભાવ પડશે.
કેવી રીતે બને છે આ ચતુર્ગ્રહી યોગ
જ્યારે શુક્ર, ચંદ્રમા, મંગળ અને બુધ એક સાથે ભેગા થાય છે ત્યારે ચતુર્ગ્રહી યોગ બને છે. ગ્રહોની યુતિ અનેક રાશિઓ માટે સકારાત્મક સાબિત થાય છ અને જીવનમાં જબરદસ્ત લાભ કરાવે છે. કઈ રાશિઓ પર તેનો શુભ પ્રભાવ પડશે તે ખાસ જાણો.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળાને આ યોગના પ્રભાવથી જબરદસ્ત પ્રભાવ પડશે. ચતુર્ગ્રહી યોગ તમારી ગોચર કુંડળીના ચોથા ઘરમાં બની રહ્યો છે. આ દરમિયાન તમે ભૌતિક સુખોમાં વૃદ્ધિનો અનુભવ કરશો. જેનાથી તમારું જીવન આનંદ અને સંતુષ્ટિથી ભરાઈ જશે. આ સમયગાળામાં તમે જમીન મકાન કે વાહનની ખરીદી કરી શકો છો. રોકાણ કરવા માટે સમય ઉત્તમ રહેશે. કૌટુંબિક ચિંતાઓમાંથી મુક્તિ મળશે. મીડિયા, રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી કે ઈવેન્ટ મેનેજમેન્ટના પ્રોફેશનલ્સને આ સમયગાળા દરમિયાન ખાસ લાભ મળશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ચતુર્ગ્રહી યોગ તમારી ગોચર કુંડળીના ત્રીજા ઘરમાં બનશે. જે તમને સાહસ અને બહાદુરી પ્રદાન કરશે. વિદેશમાં વ્યવસાયિક સંબંધ ધરાવતા લોકો માટે આ બિલકુલ યોગ્ય સમય છે. કારણ કે કામમાં સફળતા મળવાની સંભાવના છે. આ યુતિથી ભાઈ બહેનના સંબંધમાં મજબૂતી આવશે. તમારા વૈવાહિક જીવનમાં ચાલી રહેલા કોઈ પણ મુદ્દાનું સમાધાન નીકળશે.
ધનુ રાશિ
ચતુર્ગ્રહી યોગ તમારી ગોચર કુંડળીના નવમાં ભાવમાં બનવા જઈ રહ્યો છે. ગ્રહોની આ સ્થિતિ તમારા રસ્તામાં નવી અને રોમાંચક તકો લાવી શકે છે. તમારો સામાજિક દાયરો વધશે અને તમે લાભપ્રદ વ્યવસાયિક મુસાફરીઓ કરી શકો છો. શુભ કૌટુંબિક કાર્યક્રમ સામે આવી શકે છે. જ્ઞાન અને શિક્ષણ ઈચ્છનારા વિદ્યાર્થીઓને આ સમય પોતાની ગતિવિધિઓ માટે વિશેષ રીતે અનુકૂળ લાગશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)