બૃહસ્પતિ 12 વર્ષના  લાંબા સમય બાદ પોતાનો માર્ગ બદલવાની તૈયારી કરી રહ્યા છે. સોમવારે 4 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારો આ ખગોળીય ફેરફાર તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે. 4 સપ્ટેમ્બરે બરાબર 4.58 વાગે જેવા બૃહસ્પતિ પોતાની વક્રી ગતિ માટે  તૈયાર થશે કે મેષ રાશિમાં ગુરુના વક્રી થવાનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે. જેમાં કેટલાકને સફળતા, ધન પ્રાપ્તિ થશે જ્યારે કેટલાકે સાવધાન રહેવાની જરૂર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મંગળ ગ્રહ દ્વારા શાસિત મેષ રાશિના જાતકો માટે બૃહસ્પતિનું વક્રી થવું એ સ્વાસ્થ્ય માટે વધુ દેખભાળ કરવાનું સૂચન કરે છે. હાલ ખિસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે. કારણ કે ફાલતું ખર્ચા નાણાકીય સંકટ પેદા કરી શકે છે. મેષ રાશિના જાતકોને આ પડકારો વચ્ચે પણ નાણાકીય લાભની શક્યતા છે. 


સિંહ  રાશિ
મેષ રાશિમાં ગુરુનું વક્રી થવું એ સંકેત આપે છે કે સિંહ રાશિવાળાના ઝઘડાનો અંત આવશે જેનાથી નાણાકીય સમૃદ્ધિના પ્રબળ યોગ છે. આવકમાં વધારો થશે અને લેડી લક સિંહની રાહ પર કૃપા જાળવી રાખશે. જેનાથી કપરા સમયનો અંત આવશે. 


તુલા રાશિ
તુલા રાશિવાળા સામે જે પડકારો તે દૂર થશે. તમને સારા પરિણામો મળશે અને વેપારમાં પ્રગતિ થશે. બૃહસ્પતિનું વક્રી થવું એ નવી તકોનું સર્જન કરશે. તુલા રાશિવાળા માટે પ્રગતિના દ્વાર ખુલશે. 


મીન રાશિ
મેષ રાશિમાં ગુરુનું વક્રી થવું એ સારા ભાગ્યની જાહેરાત કરે છે. કરજમાંથી છૂટકારો મળશે. વ્યવસાયિક જીવનમાં ખુશીઓ વધશે અને નોકરીયાતો માટે હાલ આ સમય ખાસ આશાજનક રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube