Shani Dev: શનિદેવે લીધી ધૈર્યની પરીક્ષા, હવે આ 3 રાશિવાળા પર ખુશ થઈ ચખાડશે સફળતાનો સ્વાદ
Shani Vakri 2023: 17 જૂનથી વક્રી થઈને શનિદેવ યુવાઓની લગન અને મહેનતને ચકાસવા માંગે છે. તેઓ તેમના પરિશ્રમથી ખુશ થઈને સારા પરિણામ પણ આપશે.
Shani Vakri: શનિદેવને ન્યાયના દેવતા, દંડાધિકારી અને કર્મ ફળદાતા વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. તેમની ચાલ દરેક રાશિના જાતકો પર ખાસ પ્રભાવ નાખે છે. આવા સમયમાં તે લોકોને તેમના કર્મો પ્રમાણે શુભ અને અશુભ પરિણામ આપે છે. શનિદેવ 17 જૂનના રોજ કુંભ રાશિમાં વક્રી થઈ ચૂક્યા છે. તેઓ આ સ્થિતિમાં હવે 4 નવેમ્બર સુધી રહેશે. આવામાં જાણો કઈ રાશિના યુવાઓે કેવું ફળ મળશે.
કર્ક રાશિ
કર્ક રાશિના યુવાઓએ પોતાના ક્રોધ પર કાબૂ રાખવો પડશે નહીં તો તમે તમારું જ નુકસાન કરશો. આ બધા વચ્ચે કોઈ પણ પ્રકારના ઉલ્ટા સીધી નિર્ણય લેવાથી બચવું જોઈએ. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નુકસાન જ કરાવે છે. નાની મોટી વાતોને એવોઈડ કરવામાં જ ભલાઈ છે. રાઈનો પહાડ ન બનવા દો અને તમારી વાણી ઉપર પણ ધ્યાન રાખજો. ક્યાંક એવું ન બને કે તમારા બગડેલા બોલ તમારા માટે જ સમસ્યા ઉભી કરે. ધૈર્યની પરીક્ષા લેવાઈ રહી છે જે આગળ ફળ આપશે.
સિંહ રાશિ
સિંહ રાશિના યુવાઓને વચ્ચે વચ્ચે એવું લાગશે કે ચીજો ખરાબ થઈ રહી છે. કામ અટકી રહ્યા છે પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે શનિદેવ તમારા કર્મોનું ફળ આપી રહ્યા છે. આથી ધૈર્ય રાખો. તમારા જે મિત્ર કે સગા સંબંધી વિદેશમાં રહે છે તેમનાથી લાભ થઈ શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જે વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે તેમણે અભ્યાસ પર ખાસ ધ્યાન આપવું પડશે. કોઈ પણ વિષયને કાલ પર ન નાખવો જોઈએ. રોજ અભ્યાસનો ટાર્ગેટ લઈને ચાલવાથી લાભ થશે. વક્રી શનિ તમને તમારા સબ્જેક્ટનું રિવિઝન કરવા માટે પણ કહે છે. આથી તમારે ચીજોને દોહરાવવી ખુબ જરૂરી રહેશે. જે લોકો કોઈ સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે અને અનેક કોશિશ કરી ચૂક્યા છે પરંતુ સફળતા મળી નથી તો એવા લોકોએ હજુ હતાશ થવું જોઈએ નહીં અને કમર કસીને તૈયારી કરવી જોઈએ. શનિદેવ તેમના ધૈર્યની પરીક્ષા લઈ રહ્યા છે. પરંતુ હવે તેમને સફળતા પ્રદાન કરી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube