Akshaya Tritiya 2023: વૈશાખ મહિનાની ત્રીજની તિથિના દિવસે અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે. આ દિવાસ ખૂબ જ પવિત્ર હોય છે અને તેને વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 22 એપ્રિલ 2023 ના રોજ આવશે. અક્ષય તૃતીયાના દિવસે લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે અને સાથે જ સોના-ચાંદીનું, ઘર, ગાડી જેવી વસ્તુઓ પણ ખરીદતા હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે જે કામ કરવામાં આવે તેનું અનેક ગણું ફળ મળે છે. તેથી જ આ દિવસે સુખ સમૃદ્ધિની કામના સાથે લોકો દાન પુણ્ય પણ કરતા હોય છે. આ સાથે જ અક્ષય તૃતીયાના દિવસે કેટલાક ઉપાયો પણ કરવામાં આવે છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે. પરંતુ ખૂબ ઓછા લોકો એવા કામ વિશે જાણે છે જેને કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. કેટલાક એવા કામ છે જેને અક્ષય તૃતીયાના દિવસે કરવાનું ટાળવું જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે આ કામ કરવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થાય છે. એટલે જ કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે કરેલી આ ભૂલ વ્યક્તિને કંગાળ બનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઘરના આ વાસ્તુ દોષ ખરાબ કરી શકે છે સ્વાસ્થ્ય, સારા સ્વાસ્થ્ય માટે આ રીતે દુર કરો દોષ


ગુરુવારે કરેલો આ અચૂક ઉપાય ખોલી દેશે ભાગ્યના બંધ દરવાજા, કાર્યમાં આવેલી બાધા થશે દુર


તુલસીના 11 પાન બદલી દેશે તમારું ભાગ્ય, પૈસાની નહીં રહે ખામી


અક્ષય તૃતીયાના દિવસે ન કરો આ ભૂલ


- અક્ષય તૃતીયાના શુભ દિવસ પર સોના ચાંદી જેવી કીમતી ધાતુની ખરીદી કરવી જોઈએ તેનાથી શુભ ફળ મળે છે. પરંતુ આ દિવસે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, કાચ કે સ્ટીલના વાસણ કે અન્ય વસ્તુ ખરીદવાથી રાહુનો પ્રભાવ વધે છે અને ઘરમાં આર્થિક નુકસાન થાય છે.


- અક્ષય તૃતીયાના દિવસે કોઈને ઉધાર પૈસા આપવા નહીં આ દિવસે કોઈ પાસેથી ઉધાર રૂપિયા લેવા પણ ન જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાંથી નારાજ થઈને જતા રહે છે. 


- અક્ષય તૃતીયાના દિવસે પોતાના સોના, ચાંદીના ઘરેણા કે વસ્તુઓને સંભાળીને રાખવા જોઈએ આ દિવસે જો આવી વસ્તુઓ ખોવાઈ તો તે ધનહાનિનો સંકેત કરે છે. 


- અક્ષય તૃતીયાના દિવસે ઘરની સારી રીતે સાફ-સફાઈ કરવી જોઈએ ખાસ કરીને પૂજા કરતા પહેલા પૂજાસ્થાનને સાફ કરવું જોઈએ અને અહીં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ દિવસે ઘરમાં ગંદકી હશે તો માતા લક્ષ્મી નારાજ થશે. 


- આ દિવસે ખોટું બોલવું, ચોરી કરવી, કોઈની સાથે છેતરપિંડી કરવી, જુગાર રમવો જેવી બાબતોથી દૂર રહેવું જોઈએ. આવા ખરાબ કામોથી જીવનભર દુઃખ સહન કરવું પડે છે.


- અક્ષય તૃતીયાની પૂજામાં માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે તેમને તુલસીના પાને ન ચડાવવા. આમ કરવાથી દોષ લાગે છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)