baba bagheshwar in gujarat અતુલ તિવારી/અમદાવાદ : બાબા બાગેશ્વર જ્યા પણ જાય છે તે પહેલા તેમનો વિવાદ ત્યા પહોંચી જાય છે. ગુજરાતમાં પણ આવુ જ થયું. લોકોના મનની વાત જાણનાર બાબા બાગેશ્વરને ગુજરાતમાં આગમન પહેલા જ પડકારનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકોએ બાબા સામે ચેલેન્જ ફેંકી છે. ગુજરાતમાં ત્રણ સ્થળોએ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે બાગેશ્વર ધામ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને બાબાના દરબારની માહિતી આપવામાં આવી હતી. સુરત, અમદાવાદ અને રાજકોટમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાનાર છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ આમંત્રણ આપવામાં આવશે. મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો તેમના દરબારમાં હાજર રહે તેવી શક્યતા છે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પ્રથમ વખત બાગેશ્વર ધામ સરકાર દ્વારા "દિવ્ય દરબાર" અને દર્શનનું આયોજન કરાયું છે. આ દિવ્ય દરબારના આયોજન અંગે રાધિકા સેવા સમિતિ દ્વારા પ્રેસ કોંફરન્સનું આયોજન કરાયુ હતું. સમગ્ર કાર્યક્રમના આશ્રયદાતા પુરુષોત્તમ આર. શર્મા અને માર્ગદર્શક આચાર્યશ્રી પ્રમોદ મહારાજ માહિતી આપી. જેમાં અમિત પી. શર્મા, રાજેશકુમાર દોડકે, નીરજ શાસ્ત્રી, બિપિન મિશ્રા, મુન્નાલાલ શર્મા, અભિષેક શર્મા, સુભાષ દુબે અને સત્યપ્રકાશ દીક્ષિત સમિતિના તમામ સભ્યો હાજર રહેશે.


બાબા બાગેશ્વરને પડકાર ફેંકનારને મળી ધમકી, આચાર્ય પ્રમોદે આપ્યો આ જવાબ


માર્ગદર્શક આચાર્ય પ્રમોદ મહારાજે કહ્યું કે, અમારું આયોજન 29 અને 30 મેના રોજ દિવ્ય દરબારનું છે. સાંજે 5 વાગેથી બાલાજીની ઈચ્છા સુધી દરબાર રહેશે. ગુજરાતના અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાશે. આ દરબારમાં ધર્મ અને ભક્તિ તેમજ સનાતનના પ્રચાર થાય છે. ભારત અખંડ બને, બધા સુખ શાંતિથી રહે એ ઈચ્છા છે. જેમને શ્રદ્ધા છે એ આવે, તેઓ તાંત્રિક નથી, સ્ટેજ પર નામ બોલે એમને તેઓ જવાબ આપતા હોય છે. સત્ય હોય તો હા કે ના પણ તેઓ પૂછે છે. અરજી લગાવ્યા બાદ તેઓ બોલવતા હોય છે. બાબાના નિત્યક્રમ મુજબ કોઈ રજીસ્ટ્રેશન નથી થતું. સ્વૈચ્છીક રીતે અરજી લાગે એમનું નામ લેવામાં આવે છે. ગરમીને કારણે સાંજનો સમય નક્કી કરાયો છે. મેદાનની ક્ષમતા એક લાખ લોકોની છે. કોઈને સમસ્યા ના થાય એવું આયોજન રહેશે. બાબાનું નામ મોટું છે, તેથી કેટલા ભક્તો આવશે કાંઈ નક્કી નથી. ભગવાનની શક્તિ અને નસીબ હશે એમને દર્શન મળશે. અરજી લાગશે એમને નામ લઈ બોલાવાશે. રાજકીય નેતાઓને અમે આમંત્રણ આપીશું, અમારી ફરજ આમંત્રણ આપવાની છે, એમની ઈચ્છા મુજબ એ આવશે. અરજીમાં નિયમ છે, દક્ષિણા કે મૂલ્ય નથી હોતું. કોઈ સેટિંગ નથી થતું, સ્વૈચ્છીક રીતે કહેવાનું હોય છે કે મારી અરજી સ્વીકારો. શાસ્ત્રીજી સામેથી નામ લઈ એમને બોલાવે છે, એમની ઓળખ કરી બોલાવવામાં આવે છે. કોઈ કાગળમાં લખાણ કે રજીસ્ટ્રેશન કરવાનું રહેતું નથી, મનથી પ્રાર્થના કરવાની રહે છે, એમનું નામ લેવામાં આવે છે. 


આ ગુજરાતી ખેડૂતના વખાણ કરો એટલા ઓછા, એવુ કામ કર્યું કે ચારેતરફથી કમાણી કમાણી થાય છે


તો રાધિકા સેવા સમિતિના સભ્ય અમિત શર્માએ કહ્યું કે, અમે સીએમ, ગૃહમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષને આપીશું. આવવું કે ના આવવું એ એમની ઈચ્છા. કોર્પોરેટરોનો સારો સહકાર છે, તમામ કોર્પોરેટરને આમંત્રણ આપીશું. તો રાધિકા સેવા સમિતિના સંરક્ષક પુરુષોત્તમ શર્માએ જણાવ્યું કે, મારું મકાન છે, એને રીનોવેટ કર્યું છે, 225 નંબરના મકાનમાં તેઓ માટે રહેવાની વ્યવસ્થા કરી છે. અમારી કમિટીને તેઓએ વાયદો આપ્યો હતો અહીં આવવા માટે. અમે ગયા અને તેઓને મળ્યા બાદ તેઓએ અમને તારીખ આપી હતી. 10 જેટલા લોકો અમારી કમિટીમાં છે. પોલીસ તરફથી અમને સહયોગ મળી રહેશે, જેના માટે અમે વિનંતી પણ કરી છે. જે પણ આવે હસતા પરત ફરે એવી માતાજીને પ્રાર્થના. 


બાપ છે કે રાક્ષસ : સગાઈ કરેલી દીકરી ભાગી ન જાય તે માટે સાંકળથી બાંધી


અમિત શર્માએ કહ્યું કે, કોંગ્રેસ ભાજપ બધા અમારા માટે એક જ છે, કોંગ્રેસને પણ આમંત્રણ આપીશું. કાર્યક્રમ માટે અમે 500 બાઉન્સર મુક્યા છે, પોલીસ પાસેથી પણ સુરક્ષા માગી છે. આ મેદાન કરતા અન્ય ત્રણ ગ્રાઉન્ડ રહેશે, ભીડ થાય તો ત્યાંથી લોકોને દર્શન કરાવીશું. 


તો ગુજરાતમાં વિવાદ વિશે તેમણે કહ્યું કે, જેનું નામ મોટું હોય એટલે અનેક લોકો એની પાછળ પડે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કોઈના વિશે ખોટું કાંઈ કહ્યું નથી. દેશ અખંડિત રહે, વાત સનાતનની તેઓ કરે છે. કોઈ ચેલેન્જ આપે એનો જવાબ આપવો એ બાબાનો વ્યક્તિગત વિષય છે. લાખો લોકોની ભીડ થાય છે, પોતાનું રક્ષણ એમાં પોતાને કરવું પડે છે. નાગપુરમાં અગાઉ ચેલેન્જ અપાઈ હતી, હવે રાજકોટથી ચેલેન્જ અપાઈ છે. મહારાજે રાયપુરમાં અગાઉ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો. એમની પાસે એટલો સમય ના હોય કે તમામના ચેલેન્જનો જવાબ આપે છે. કોઈને કોઈ સવાલ હોય એ આવે અને સવાલ કરે. તમામ સાધુ સંતોને આમંત્રણ આપીશું.


સટ્ટાની નવી ટેકનિક શોધી લાવ્યા સટ્ટોડિયા, ટી-પોસ્ટના કપમાં આવતો ક્યુઆર કોડ