દેડકાં-સસલાં કેવી રીતે કહી દેતાં છોકરો થશે કે છોકરી? આ રીતે થતું હતું ગર્ભ પરિક્ષણ
Baby Boy or Girl in Womb: પુત્ર કે પુત્રી તે અંગે તપાસ કરવી એ કાયદાના દાયરામાં ગુનો ગણાય છે. પરંતુ પહેલાં લોકો તેને અલ્ટ્રાસાઉન્ડ દ્વારા શોધી કાઢતા હતા.
Pregnancy test by Breast Nipple: વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. આજે તમે માત્ર બે મિનિટમાં ગર્ભાવસ્થાની તાજા સ્થિતિ જાણી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે જૂના જમાનામાં આ માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો? વાંચો આ રસપ્રદ કહાની.
માતા બનવું એ મહિલાઓ માટે એક મોટી ખુશી છે. પ્રેગ્નન્સીના સમાચાર માત્ર કપલ માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે ખૂબ જ સારા સમાચાર છે. આજકાલ ગર્ભાવસ્થા પરિક્ષણ માટે ઘણી પદ્ધતિઓ છે. એક નાની એવી કીટ. જેની પર યુરિનના બે ટીપાં નાખો તુરત જ પ્રેગ્નન્સીની ખબર પડી જશે. પુત્ર કે પુત્રી તે અંગે તપાસ કરવી એ કાયદાના દાયરામાં ગુનો ગણાય છે. પરંતુ પહેલાં લોકો તેને અલ્ટ્રાસાઉન્ડ દ્વારા શોધી કાઢતા હતા.
હવે જરા વિચારો કે જ્યારે આવી કોઈ ટેકનિક ન હતી, તો પછી લોકોને ગર્ભાવસ્થા અને ગર્ભસ્થ બાળક વિશે કેવી રીતે ખબર પડતી હશે! તો આવો, આ માટે ઈતિહાસના પાના પર જરા નજર ફેરવીએ.
એવું કહેવાય છે કે આ સમયે ગર્ભાવસ્થા પરિક્ષણ માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ હતી. ક્યારેક જીવલેણ પણ. અગાઉ તેના વિશે જાણવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. કેટલીકવાર આ પ્રક્રિયામાં સમય લાગતો હતો, તો કેટલાકનો જીવ જોખમમાં હતો.
ચોક્કસ તમને એ યુગના પ્રિસ્ક્રિપ્શનો ખૂબ જ વિચિત્ર અને કેટલાક ડરામણા અને કેટલાક વાહિયાત પણ લાગશે.
આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર
1). ઘઉં અને જવ પર પેશાબ
એક સમયે પ્રાચીન ઇજિપ્તમાં ગર્ભાવસ્થા નક્કી કરવા માટે સ્ત્રીઓ માટે ખૂબ જ અનોખી પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી. એક ગર્ભવતી મહિલાને ઘઉં અને જવ જેવા બે પ્રકારના અનાજથી ભરેલી થેલીઓ પર પેશાબ કરવો પડતો હતો. આ ઘટનામાં, જો જવ પર પ્રથમ બીજ અંકુરિત થાય, તો છોકરો જન્મ લેશે એવી માન્યતા હતી. જો ઘઉં પ્રથમ ફૂટે, તો એક છોકરીનો જન્મ આપશે એવું કહેવાતું. જો બીજ અંકુરિત ન થાય, તો એવું માનવામાં આવતું હતું કે ત્યાં કોઈ સારા સમાચાર નથી.
2). ચહેરાના રંગ
હિપ્પોક્રેટ્સે બે પદ્ધતિઓ સૂચવી છે. પ્રસૂતિમાં સ્ત્રીનો રંગ પણ બાળકના જાતિને સૂચવી શકે છે. જો ચહેરો પીળો હોય તો છોકરી જન્મે છે અને જો ગુલાબી હોય તો છોકરો જન્મે છે.
3). બ્રેસ્ટના નિપ્પલની દિશા
આ સિવાય ડિલિવરી દરમિયાન મહિલાના નિપલની દિશા જોઈને બાળકનું લિંગ પણ ચેક કરવામાં આવતું હતું. જો નિપ્પલ નીચેની તરફ હોય તો એવું માનવામાં આવતું કે છોકરી જન્મ લેશે અને જો ઉપરની તરફ હોય તો તે છોકરો હશે એમ મનાતું હતું.
આ પણ વાંચો: શું તમે પણ સપનામાં માણ્યું છે તમારા ક્રશ સાથે સેક્સ, તો આ જરૂરથી વાંચજો
આ પણ વાંચો: અમરફળ છે કે પોષકતત્વો અને વિટામીનોનો ખજાનો, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: નાકમાં આંગળી નાખવાની આદત હોય તો સુધારી દેજો, રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા
4). સસલાની યૌન ગતિવિધિઓ
1927 માં ચિકિત્સકો બર્નાર્ડ સોન્ડેક અને સેલમાર એશહાઈમે એક પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો. તેમણે સસલાંનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું. માતાના પેશાબને માદા સસલાના શરીરમાં સિરીંજ વડે ઇંજેક્ટ કરવામાં આવતો હતો, ત્યાર બાદ તેની જાતીય ગતિવિધિઓ પર આગામી થોડા દિવસો સુધી નજર રાખવામાં આવી હતી અને પછી અંદાજ કાઢવામાં આવતો હતો.
5). દેડકામાં યૂરિન ઇંજેક્ટ
બીજી પદ્ધતિ હતી. હોગબેન ટેસ્ટ, જે ખૂબ જ જૂનો છે. મહિલાના પેશાબને માદા દેડકાની ચામડીમાં સિરીંજ વડે ઇન્જેક્ટ કરવામાં આવે છે. એવું જાણવા મળ્યું કે જો માદા ગર્ભવતી હોય, તો 5થી 12 કલાક પછી દેડકા નાના કદના સફેદ ઈંડા આપે કરે છે. આ પરીક્ષણના પરિણામો પર કોઇપણ જાતની શરત વિના વિશ્વાસ કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક
આ પણ વાંચો: કોન્ડોમથી કંટાળી ગયા છો? તો 1 ગોળી લો અને 2.5 કલાક મચાવો ધમાચકડી, નહીં થાય પ્રેગ્નેટ
આ પણ વાંચો: વશીકરણ ઉપાય: સ્ત્રી હોય કે પુરૂષ અચૂક કામ કરશો આ ટોટકો, ખેંચી લાવશે તમારો પ્રેમ
6). કોકટેલ રેસીપી
પ્રાચીન ગ્રીસમાં હજુ સુધી ગર્ભાવસ્થા પરિક્ષણની શોધ થઈ ન હતી. ઉબકા, ઉલટી, માંદગી, ભૂખ ન લાગવી અને માસિક સ્રાવ ના આવે તો છોકરી ગર્ભવતી હોવાનો ઈશારો મળતો. હિપ્પોક્રેટ્સ, પ્રખ્યાત પ્રાચીન ગ્રીક ચિકિત્સક દર્દીઓને ગર્ભાવસ્થા માટે ખાસ કોકટેલ પીવાની ઓફર કરતા હતા. જો ગર્ભવતી સ્ત્રીને આ પીધા પછી ખેંચાણ લાગે તો સારા સમાચાર, અન્યથા કોઈ આશા નથી.
7. રશિયાની મોહક 'માલા'
પ્રાચીન રશિયામાં ગર્ભાવસ્થા નક્કી કરવા માટે એક ખૂબ જ અનોખી પદ્ધતિ હતી. પ્રાચીન રશિયામાં, લગ્ન દરમિયાન છોકરીના ગળામાં એક નાનો દોરો અથવા માળા પહેરાવામાં આવતી હતી. જ્યારે તે નાની બને કે તૂટી પડે ત્યારે છોકરી ગર્ભવતી હોવાનું માનવામાં આવતું હતું. નિષ્ણાતોના મતે, ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં થાઇરોઇડ ગ્રંથિમાં વધારો સામાન્ય છે.
જૂના જમાનામાં વપરાતા આ નુસ્ખા હવે આઉટ ઓફ ટ્રેન્ડ છે. સગર્ભાવસ્થા પરીક્ષણ માટેની હોમ કીટ ખૂબ જ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે. જો કે, હવે ગર્ભમાં લિંગ તપાસવું કે મેળવવું એ કાનૂની ગુનો છે.
હવે કાયદા વિશે થોડું જાણીએ
ગર્ભ ધારણ પહેલાં અને પ્રસવ પૂર્વ નિદાન એક્ટ 1994 કાયદા હેઠળ લિંગની ઓળખ અને લિંગ પરીક્ષણ એ ગુનો માનવામાં આવે છે. ભ્રૂણ પરીક્ષણ માટે સહકાર આપવો અને પ્રચાર કરવો અથવા જાહેરાત કરવી એ પણ ગુનો છે. આ માટે 3 થી 5 વર્ષની જેલ અને 10 હજારથી 1 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
ગર્ભવતી મહિલાનો બળજબરીથી ગર્ભપાત કરાવવો પણ ગુનો છે, જેના માટે કલમ 313 હેઠળ આજીવન કેદ અને દંડ થઈ શકે છે. બીજી તરફ, કલમ 314 હેઠળ, જો ગર્ભપાત દરમિયાન કોઈ મહિલાનું મૃત્યુ થાય છે, તો તેને 10 વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.
આ પણ વાંચો: House of Horror: મહિલા બળાત્કાર માટે ના પાડતી તો ખૂંખાર વાંદરાઓ વચ્ચે છોડી દેવાતી
આ પણ વાંચો: મહિલાઓને ગમે છે દાઢીવાળા યુવકો, આ બાબતો પર થઈ જાય છે ફિદા: રિલેશનશીપ માટે મરે છે
આ પણ વાંચો: મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુગ્ધ શર્કરા યોગ, આ 3 રાશિઓને ચાંદી, આ લોકો ખાસ વાંચે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube