Budh Vakri 2023: 1 ઓક્ટોબર પહેલા આ 5 રાશિઓના લોકોને લાગશે લોટરી, નોકરીમાં પ્રમોશન અપાવશે વક્રી બુધ
Budh Vakri 2023: બુધ ગ્રહ હાલ વક્રી અવસ્થામાં છે અને આગામી 1 ઓક્ટોબર સુધી વક્રી રહેશે. બુધની આ વક્રી ચાલ કેટલીક રાશિઓના જીવનમાં ઊથલપાથલ કરાવશે તો કેટલીક રાશિના લોકોને લાભ જ લાભ કરાવશે. જે રાશિઓને આ સમય દરમિયાન લાભ થવાના છે તેમાં મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિનો સમાવેશ થાય છે.
Budh Vakri 2023: ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ ગ્રહનું જ્યારે પરિવર્તન થાય છે ત્યારે લોકોના કરિયર, આર્થિક સ્થિતિ પર સૌથી વધુ અસર થાય છે. 24 ઓગસ્ટે રાત્રે બુધ ગ્રહ સિંહ રાશિમાં વક્રી થયો છે. હવે 1 ઓક્ટોબર 2023 સુધી બુધ વક્રી રહેશે. વક્રી અવસ્થામાં બુધ બાર રાશિના લોકોના જીવન ઉપર સારી અને ખરાબ અસર કરશે. પરંતુ 5 રાશિઓ એવી છે જેમને વક્રી બુધ બમ્પર લાભ કરાવશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોને વક્રી બુધ થી બમ્પર ફાયદો થવાનો છે. આ રાશિના લોકોના કામમાં આવતી બાધાઓ દૂર થશે અને નવી તક મળશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધ મજબૂત બનશે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. બચત કરવામાં તમે સફળ રહેશો અને સંબંધ પણ મજબૂત થશે.
આ પણ વાંચો:
Sun Transit: રક્ષાબંધન પર સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, 5 રાશિઓના શરુ થશે 'અચ્છે દિન'
4 રાશિઓ માટે સપ્ટેમ્બર મહિનો રહેશે ફાયદાકારક, 5 ગ્રહના રાશિ પરિવર્તનથી મળશે અપાર ધન
Shukrawar Upay: શુક્રવારે કરેલા આ 3 સરળ કામ વ્યક્તિને બનાવી શકે છે કરોડપતિ
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોને વક્રી બુધ કારકિર્દીમાં સફળતા અપાવશે. અધૂરા કામ પુરા થશે અને લાંબા સમયથી અટકેલા કામમાં ગતિ આવશે. આત્મવિશ્વાસ વધશે અને ધન લાભ થશે. પવિત્ર સંપત્તિથી લાભ પ્રાપ્ત થશે અને પરિવારમાં ખુશીઓ આવશે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોને વક્રી બુધ કારકિર્દીમાં લાભ કરાવશે આ રાશિના વેપારીઓનો કારોબાર પણ સારો ચાલશે નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને નવી નોકરીની ઓફર પણ આવી શકે છે આ સમય દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોને બુધની વક્રી ચાલ અઢળક લાભ કરાવશે. આ સમય દરમિયાન અધૂરા કામ પુરા થશે અને આત્મવિશ્વાસ મજબૂત થશે. વિદેશ સંબંધિત કામમાં સફળતા મળશે અને આર્થિક સ્થિતિ પણ સુધરશે. લવ લાઈફ પણ સારી રહેશે
મીન રાશિ
મીન રાશિના લોકોને પણ વક્રી બુધ નોકરી અને વેપારમાં સફળતા અપાવશે. મહેનતનું સકારાત્મક પરિણામ મળશે. નવી નોકરી શોધતા લોકોની ઈચ્છા પૂરી થશે. વિદેશથી આવક વધશે અને પરિવાર સાથે સારો સમય પસાર કરશો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)