2024 સુધી આ રાશિના જાતકોને મોજ, શનિની ચાલમાં ફેરફારથી દરેક પગલા પર મળશે સફળતા!
Shani Margi 2023 in Kumbh: આ વર્ષે કેટલાક લોકોની દિવાળી પહેલા જ દિવાળી ઉજવાય શકે છે. દિવાળી પહેલા 4 નવેમ્બર 2023ના શનિ માર્ગી થઈ ચાર જાતકોનો ભાગ્યોદય કરશે.
નવી દિલ્હીઃ Shani Planet Margi 2023: જ્યોતિષમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ મનાતા શનિની સ્થિતિમાં ફેરફારના મામલામાં વર્ષ 2023 ખુબ ખાસ છે. 2023ની શરૂઆતમાં શનિએ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ જૂનમાં શનિ વક્રી થયા અને હવે દિવાળી પહેલા 4 નવેમ્બર 2023ના શનિ માર્ગી થઈ રહ્યાં છે. કુંભમાં શનિની માર્ગી ચાલ ખુબ મોટુ પરિવર્તન લાવશે. 4 રાશિના જાતકો માટે માર્ગી શનિ ભાગ્ય ચમકાવી દેશે. આ જાતકોને શનિ 2024 સુધી શુભ ફળ આપશે. આવો જાણીએ નવેમ્બર 2023થી લઈને આગામી દોઢ વર્ષ સુધી શનિ ક્યા જાતકો પર મહેરબાન રહેશે.
માર્ગી શનિની કૃપા થશે
મેષ રાશિ- માર્ગી શનિ મેષ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં સુધાર કરશે. જૂની બીમારીથી છુટકારો મળશે. માન-સન્માન વધશે. કારોબારમાં વિસ્તારની યોજના બનાવશે અને તેમાં સફળ થશો. તમે ધ્યાન લગાવી કામ કરો. તમને યોગ્ય ફળ મળશે. તમારા અટવાયેલા પૈસા પરત મળશે.
વૃષભ રાશિ
શનિની સીધી ચાલ વૃષભ રાશિના જાતકોના જીવનમાં સારા દિવસની શરૂઆત કરશે. તમારા બધા આર્થિક સંકટ દૂર થશે. કોઈ શુભ સમાચાર મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છો. પરિવારની સાથે કોઈ યાગદાર ટ્રિપ પર જઈ શકો છો. પદ-પ્રતિષ્ઠા મળશે. સિંગલ જાતકોને પસંદગીનો પાર્ટનર મળશે.
આ પણ વાંચોઃ સ્વામીનારાયણ સંપ્રદાય : ગુજરાતના રાજકારણમાં મજબૂત પક્કડ, એમ જ નથી થઈ સરકારની એન્ટ્રી
મિથુન રાશિ
શનિની ચાલમાં ફેરફાર મિથુન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધાર કરશે. ધન લાભ થશે. આ સમયે તમે લેતી-દેતીના મામલા ઉકેલી લો, ફાયદામાં રહેશો. કરિયરમાં તમારી આશા કરતા વધુ સફળતા મળી શકે છે. વેપારીઓને લાભ થશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે.
ધન રાશિઃ
માર્ગી શનિ ધન રાશિના જાતકોનો ભાગ્યોદય કરશે. અત્યાર સુધી જે કામ અટવાયેલા છે તે ઝડપથી પૂરા થશે. નોકરી-વેપારમાં પ્રગતિમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. તમને પૈસા મળશે. પારિવારિક જીવન ખુશ રહેશે. પદ, પૈસા અને સન્માન મળવાથી તમે ખુશ રહેશો. રોકાણ માટે સમય સારો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube