hanuman chalisa benefits : આપણાથી અનેક લોકો રોજ હનુમાન ચાલીસાના પાઠ કરતા હોય છે. મંદિરમાં પૂજા કરતા સમયે હનુમાન ચાલીસાના પાઠ ચાલુ હોય છે. હિન્દુ ધર્મમાં હનુમાન ચાલીસા બોલવાનું અનોખું મહત્વ છે. આવુ કરવાથી વ્યક્તિ પર હનુમાનજીની કૃપા બની રહે છે. દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા શુભ ગણાય છે. કેટલાક લોકો રોજ આ પાઠ કરતા હોય છે. પરંતું શું તમને ખબર છે કે, એક-બે હનુમાન ચાલીસા કરતા, 7 વાર હનુમાન ચાલીસા બોલવાથી અનેક ફળ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમાન ચાલીસાને જો સાત વાર વાંચી લેવામાં આવે તો તેનાથી અનેકગણા ફળ પ્રાપ્ત થાય છે. આજે તેના વિશે જાણીએ. આ સાથે એ પણ જાણવુ જરૂરી છે કે 7 વાર હનુમાન ચાલીસાના પાઠ ક્યારે અને કેવી રીતે કરવા.


માનવામા આવે છે કે, હનુમાન ચાલીસાના પાઠ સવારે અથવા સાંજના સમયે કરવા. આ સમયે લાલ રંગના આસન પર બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ કરવા. આવુ કરવુ શુભ માનવામાં આવે છે.


દબંગ મધુ શ્રીવાસ્તવનો ક્યાંય મેળ નથી પડતો! ભાજપ-કોંગ્રસે બહારનો દરવાજો દેખાડી દીધો


જો તમે રોજ સાતવાર હનુમાન ચાલીસા બોલો છો તો તે તમારા જીવનમાં હકારાત્મ પરિવર્તન લઈને આવશે. સાથે જ તેનાથી વિશેષ ફળ પણ પ્રાપ્ત થશે. 


રોજ 7 વાર હનુમાન ચાલીસાના પાઠ કરવાછી વ્યક્તિને કોઈ પણ પ્રકારના ડર કે ભયમાંથી મુક્તિ મળી શકે છે. 


નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે અને સકારાત્મક ઉર્જા આવવા લાગે છે. 


આગાહી હોય તો આવી! અંબાલાલે કહ્યું, મોજથી પતંગ ઉડાવજો, વાવાઝોડાની સ્પીડે ફુંકાશે પવન


જો તમે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો છો તો તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. સાથે જ વ્યક્તિની મનોકામના પણ પૂરી થાય છે. 


જો તેમ રોજ આ પાઠ કરો છો તો, તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારા વેપાર ધંધા અને નોકરીમાં ઉન્નતિના યોગ બને છે. તેથી આ પાઠ કરવા બહુ જ લાભકારી હોય છે. 


આમ, તો દરેક દિવસ ભગવાનનો વાર હોય છે. તેથી તેમ કોઈ પણ દિવસે આ પાઠ કરી શકો છો. પરંતુ કહેવાય છે કે, મંગળવાર અને શનિવારે સાતવાર હનુમાન ચાલીસા બોલવામાં આવે તો શુભ ગણાય છે. આવુ કરવાથી પવન પુત્ર હનુમાન તમારા પર પ્રસન્ન થશે. જો તમારી પાસે સમય હોય તો રોજ સવારે પણ હનુમાન ચાલીસા બોલવી. 


નણંદે ભાભી રિવાબાને રોકડું પકડાવ્યું : ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની