આગાહી હોય તો આવી! અંબાલાલે કહ્યું, મોજથી પતંગ ઉડાવજો, વાવાઝોડા જેવી સ્પીડે ફુંકાશે પવન

Ambalal Patel Prediction : ઉત્તરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે.... રાજ્યમાં 8 થી 25 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન.... આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી.
 

આગાહી હોય તો આવી! અંબાલાલે કહ્યું, મોજથી પતંગ ઉડાવજો, વાવાઝોડા જેવી સ્પીડે ફુંકાશે પવન

Gujarat Weather Forecast ગાંધીનગર : ઉત્તરાયણમાં ગુજરાતીઓને એક જ સવાલ હોય છે, પવન કેવો રહેશે. પતંગ-દોરી, ફટાકડા, ઊંધિયા-જલેબીનો ખર્ચો કર્યા બાદ જો પવન ન હોય તો કોઈ મજા નથી. ઉત્તરાયણની આખી મજ્જા પવન છે, નહિ તો આખો તહેવાર ફિક્કો બની જાય છે. લોકો બુઝેલા મોઢે અગાશી પર નજર દોડાવ્યા કરતા હોય છે. પવન હોય તો પતંગ ઉડે. પરંતુ આ વર્ષની ઉત્તરાયણ પર જોરદાર પવન હશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી કરી દીધી છે. 

આગાહીકાર અંબાલાલ પટેલે ઉત્તરાયણની આગાહી કરતા જણાવ્યું કે, ઉતરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. રાજ્યમાં 8 થી 25 કિમી ઝડપે પવન ફૂંકાશે. જોકે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે. ઉત્તરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે. સવારે 13 કિમી, બપોરે 20 કિમી, અને સાંજે 24 કિમી પ્રતિ ઝડપે આંચકાનો પવન રહી શકે છે. તો 14 જાન્યુઆરીએ રાત્રે પણ પવન રહેશે. જોકે, બીજા દિવસે 15 જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે. 14 જાન્યુઆરીએ 10 કિમી ઝડપે પવન ફૂંકાશે. 

કયા જિલ્લામાં કેવો પવન ફૂંકાશે

  • ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે
  • દ્વારકામાં 25 કિમિ ઝડપે પવન ફૂંકાશે
  • ઓખા, દ્વારકા અને કચ્છમાં 20 કિમિ ઝડપે પવન ફૂંકાશે
  • પૂર્વ ગુજરાતમાં 8 થી 10 કિમી ઝડપે પવન ફૂંકાશે
  • દક્ષિણ ગુજરાત 20 થી 25 કિમી ઝડપે પવન ફૂંકાશે
  • અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં 10 થી 12 કિમી ઝડપે પવન ફૂંકાશે
  • મધ્ય ગુજરાતમાં આંચકાનો પવન રહેશે

જેમના દિલ તૂટ્યા હોય એવા પ્રેમીઓ માટે ઓફર : આ શહેરમાં એક આશિકે કરી ડિસ્કાઉન્ટ જાહેરા

ઉત્તરાયણ પર વરસાદની આગાહી કેવી છે 
ઉત્તરાયણ પર વરસાદની આગાહીને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે, ઉતરાયણ પર્વ પર 15 જાન્યુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.  જોકે, ઉત્તરાયણ પર્વ પર વરસાદની શક્યતા નહિવત છે. સાનુકૂળ વાતાવરણના અભાવે આ વર્ષે ઠંડી ઓછી રહી છે. પરંતું જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી રહેશે. ઉત્તરી ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા થતા વધુ ઠંડી પડી શકે છે. ફેબ્રુઆરી અંતથી ગરમીઓ અનુભવ પણ થઈ શકે છે. આ વર્ષે એપ્રિલમાં ગરમીનો અનુભવ થશે તો મે મહિનામાં વધુ ગરમી પડશે. અલનીનોના કારણે આ વખતે સિસ્ટમ નહિ બનતા વાતાવરણમાં બદલાવ રહ્યો છે. 

તો હવામાન વિભાગની આગાહી પણ પતંગના રસિકો માટે સારા સમાચાર લાવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 14 જાન્યુઆરીએ સારો પવન ફુંકાશે. આ દિવસે 15-20 km પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. 4 જાન્યુઆરીએ રાજ્યમાં ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે. 

ઠંડીની વાત કરીએ તો, આજના દિવસે અમદાવાદમાં 16.5 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news