ભાદરવી પૂનમનો મેળો : બાળકની માનતા પૂરી થતા ડીસાથી ભક્ત દંડવત પ્રણામ કરતા મા અંબાના ધામમાં પહોંચ્યા
Bhadaravi Poonam : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ... પ્રથમ દિવસે 2.25 લાખથી માઈ ભક્તોએ માતાજીના કર્યા દર્શન... ભક્તો દ્વારા પહેલા દિવસે માતાને 56.38 લાખની ભેટ ચઢાવાઈ...
Ambaji Temple અલકેશ રાવ/બનાસકાંઠા : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ છે. મેળાના પ્રથમ દિવસે 2.25 લાખયાત્રીકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. અંબાજી મંદિરે પ્રથમ દિવસે મંદિરના શિખરે 100 જેટલી ધજાઓ ચઢી હતી. તો અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનું દોઢ લાખ જેટલા પેકેટ વેચાણ થયુ. તો ચીકીના માત્ર 6 હજાર પેકેટનું વિતરણ થયું. અંબાજી મંદિરમાં મેળાના પ્રથમ દિવસે કુલ દાન ભેટની આવક 56.38 લાખની થઈ છે.
ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થતા દૂરદૂરથી ભક્તો માં અંબાના ધામમાં માંના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે ત્યારે દૂરદૂરથી પગપાળા અંબાજી આવ્યા બાદ અનેક ભક્તો પોતાની માનેલી મનોકામના પુરી થતાં અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રમાણ કરતા પહોંચી રહ્યા છે દિવસો ચાલ્યા બાદ પણ અંબાજી મંદિરમાં સુતસુતા દંડવત પ્રમાણ કરીને આવતા ભક્તોને કોઈપણ પ્રકારનો થાક લાગતો નથી..અને તેવો પોતાની મનોકામના પૂર્ણ થતાં માતાજીના ચરણોમાં દંડવત પ્રમાણ કરીને પહોંચીને માતાજીની આરાધના કરી તેમના તમામ દુઃખો હરિ લેવા પ્રાર્થના કરી રહ્યા છે.
પોતાની માનતાઓ પુરી થતા અનેક ભક્તો દંડવત પ્રમાણ કરતા માતાના ધામમાં પહોંચી રહ્યા છે. મા અંબાના ભક્ત દિલીપ માળીએ જણાવ્યું કે, હું ડીસાથી આવું છું..મારે બાળક ન હતું તેની માનતા માની હતી તે પૂર્ણ થતાં હું દંડવત રીતે માતાજીના ધામમાં પહોંચ્યા છું. તો અન્ય ભક્ત કમુબેન ડાંગીએ કહ્યું કે, હું અમદાવાદથી આવું છું મારી માનતા પૂર્ણ થતાં હું દંડવત કરતી અહીં પહોંચી છું.
ક્લાર્ક-કોન્સ્ટેબલ બાદ હવે ગોપાલ ઈટાલિયા નવા રૂપ-રંગમાં, અરવિંદ કેજરીવાલનો છે મામલો
સુરતના ઓલપાડથી 13 દિવસ પગપાળા યાત્રા કરીને 50 લોકોનો સંઘ માં અંબાના ધામમાં આવી પહોંચ્યો છે વરસાદ માં પણ આ સંઘના ભક્તો સતત ચાલતા રહ્યા અને 13 દિવસ બાદ માં અંબાના ધામ આવીને માતાજીના દર્શન કરીને ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી..13 ગજની ધજા લઈને આવેલા ભક્તો માતાજીને ધજા અર્પણ કરશે..ભક્તોનું કહેવું છે અમે સતત 13 દિવસ ચાલીને માંના ધામમાં પહોંચીને દર્શન કર્યા છે જેથી અમારો તમામ થાક ઉતરી ગયો છે અમે છેલ્લા 3 વર્ષથી 50 લોકોનો સંઘ લઈને આવીએ છીએ અમને ખુબજ મજા આવે છે માતાજી તમામ ભક્તો ઉપર પોતાની કૃપા બનાવી રાખે..જોકે સંઘમાં 70 વર્ષની ઉંમરના લોકો પણ જોડાઈને 13 દિવસ ચાલીને અંબાજી પહોંચ્યા છે.
આજથી ગુજરાતમાં નવા ડિજિટલ યુગની થઈ શરૂઆત, ગુજરાત બનશે સેમીકન્ડક્ટરનું હબ
મેળો 29 સપ્ટેમ્બર સુધી ચાલશે
આજથી શરૂ થયેલો મેળો 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આ વર્ષના મેળામાં 35 થી 40 લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના છે. આજથી બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી અંબાજી મંદિરનું પરિસર ગૂંજી ઉઠ્યું છે. યાત્રાળુઓ માટે ખાસ વોટર પ્રૂફ વિસામા બનાવવામાં આવ્યો છે. તો વિકલાંગ, સિનિયર સિટીઝન માટે રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે 8 કરોડ રૂપિયાનું વીમા કવચ લેવામાં આવ્યું છે. અંબાજી ધામને રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવ્યું છે. ભક્તોની સુરક્ષા માટે 6500 પોલીસ કર્મચારીઓ મેળામાં તૈનાત કરાયા છે. આમ, લોખંડી બંદોબસ્ત વચ્ચે આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ છે.
પગપાળા ચાલતા અંબાજી આવતા ભક્તોના પગે ફોલ્લા પડે છે, મેળામાં 25 તબીબોની ટીમ તૈનાત કરા