Saints Boycott Swaminarayan Religion : સાળંગપુર મંદિરમાં વિવાદ બાદ તમામ ગેટ આજે રવિવારે બંધ કરી દેવાયા છે. મંદિરની ફરતે ચુસ્ત પોલીસ કાફલો ખડકી દેવાયો છે. વિવાદ વચ્ચે સાળંગપુર મંદિરના દરવાજા બંધ કર્યા બાદ ફરી ખુલ્યા હતા. જેને કારણે ભક્તો અટવાયા હતા. વહેલી સવારથી ભક્તો હેરાન પરેશાન થતાં ભક્તોમાં રોષ ઉઠ્યો હતો. દર્શનાર્થીઓના રોષને જોતા હાલ ગેટ ખોલવામાં આવ્યા હતા. હાલ એક ગેટ દ્વારા શ્રદ્ધાળુઓ દર્શન કરવા જઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ગેટથી ભક્તોને પ્રવેશ અપાયો 
સાળંગપુરમાં હનુમાનજીના ભીંત ચિત્રોનો વિવાદ વકરતાં મંદિરના ગેટ બંધ કરાયા છે. તમામ ગેટ બંધ કરાતા દર્શનાર્થે આવેલાં ભક્તો હેરાન-પરેશાન થયા હતા. દર્શન કરવા આવેલા ભક્તો માટે પણ ગેટ બંધ કરાયા હતા. દરવાજા બંધ કરાતા ભક્તોએ દાદાના દર્શન કરવા માટેની માગણી કરી હતી. સાળંગપુરમાં આવેલા ભક્તોએ કહ્યું કે, ભીંત ચિત્રોનો જે વિવાદ હોય તે તાત્કાલિક હટાવવા જોઈએ. હનુમાનજી મહારાજ કોઈના દાસ નથી, તેઓ માત્ર રામના દાસ છે. વિવાદ જે કંઈપણ હોય પરંતુ અમે દાદાના દર્શન કરવા આવ્યા છીએ. ભક્તોના વિવાદ બાદ દર્શનાર્થીઓના રોષને જોતા હાલ ગેટ ખોલવામાં આવ્યા હતા. હાલ એક ગેટ દ્વારા શ્રદ્ધાળુઓ દર્શન કરવા જઈ રહ્યા છે. 


સાળંગપુર વિવાદ વચ્ચે મોટો નિર્ણય : સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર


સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરાયો 
અમદાવાદ ખાતેના સંત સંમેલનમાં સાધુ-સંતોનો મોટો નિર્ણય લીધો છે. સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. તમામ સંતોએ મળીને સ્વામીનારાયણના કાર્યક્રમોમાં ન જવાના શપથ લીધા. આજથી એકપણ સ્વામીનારાયણ મંદિરે ન જવાનો નિર્ણય કરાયો. તમામ સાધુ-સંતોએ એકસાથે પ્રતિજ્ઞા લઈ બહિષ્કાર કરાયો છે. વડોદરાના જ્યોતિન્દ્રનાથ મહારાજે કહ્યું કે, અમે શાંતિ જ ઈચ્છીએ છીએ. આજથી કોઈ પણ સાધુ સંતો એ સ્વામિનારાયણ મંદિરે નહીં જવાનું. તેમના સ્ટેજ ઉપર એક પણ સનાતન સાધુએ નહી જવાનું. આજથી અમે કોઈ પણ દિવસ તેમના ધર્મસ્થળોએ ગમે તેટલા પ્રલોભન આપે તો પણ નહી જઈએ. આજથી સ્વામિનારાયણ ધર્મનો બહિષ્કાર કરીયે છીએ. નવી પેઢી ધર્મને બદનામ કરી રહી છે, હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખબર નથી હોતી કે આ વસ્તુઓ સનાતન ઉપર કલંક લગાડી રહ્યા છે. બે પાંચ મહિલા થાય, બ્રહ્માજીને, માતાજીને લઇ વિવાદ ઉભા કરવાની આ લોકોને કુટેવ પડી ગઈ છે. દરેક તાલુકા લેવલે સનાતનને જાગ્રત થવાની જરૂર છે. 


રાજકોટમાં વોશિંગ સોડામાંથી બનાવાતું હતું ફરસાણ, ગૃહ ઉદ્યોગના નામે ચાલતો હતો મોટો ખેલ


CMO ઓફિસમાં મોટી હલચલ : સંયુક્ત સચિવની હકાલપટ્ટી કરાઈ, PMO થી છૂટ્યા આદેશ


શું છે સમગ્ર વિવાદ?
સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રોને કારણે વિવાદ ઉઠ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે હનુમાનજીને દાસ દર્શાવાયા છે. તો હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવા બતાવાયા છે. શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામીનારાયણના ચરણોમાં બેસેલા બતાડાયા છે. વધુ એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાયા છે. વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર મંદિરમાં શિલ્પચિત્રોને કારણે આ વિવાદ થયો છે. સાળંગપુર શિલ્પચિત્રોના વિવાદ બાદ કુંડળ મંદિરમાં પણ વિવાદ થયો. નિલકંઠવર્ણીને હનુમાનજી ફળાકાર કરાવતા હોય તેવી મૂર્તિ સ્થાપિત કરાઈ. 


ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય