Brahma Muhurta: જ્યોતિષ શાસ્ત્રમાં સપનાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. સપના ભવિષ્યની ઘટનાઓના અંગે મહત્વપૂર્ણ સંકેતો આપે છે. જો કે મોટાભાગે સવારે ઉઠ્યા પછી સપનું યાદ રહેતું નથી. પરંતુ કેટલાક સપના એવા હોય જે યાદ પણ રહી જાય અને ઘણીવાર ઊંઘ પણ ઉડાડી દેતા હોય છે. દરેક પ્રકારના સપનાનો સ્વપ્નશાસ્ત્રમાં અર્થ જણાવેલો છે. તેના પરથી ભવિષ્યની ઘટનાઓનું અનુમાન લગાવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપનાઓ વિશે એવું પણ માનવામાં આવે છે કે સવારના સપના સાચા પડે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર પણ બ્રહ્મ મુહૂર્તમાં જોયેલા સપના જલ્દી સાકાર થાય છે. બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે 4 થી 5:30 સુધીનો સમય. આજે તમને જણાવીએ એવા જ કેટલાક સપનાઓ વિશે જે બ્રહ્મ મુહૂર્તમાં આવે તો તે ઝડપથી સાકાર થાય છે અને ભવિષ્યમાં થનારા લાભનો સંકેત કરે છે.


સવારના શુભ સપના


આ પણ વાંચો:  Vastu Tips: વ્યક્તિની આ ભૂલોના કારણે ઘરમાં આવે છે ગરીબી, વાસ્તુ દોષનું બને છે કારણ 



સપનામાં અનાજના ઢગલા જોવા 


જો તમે સ્વપ્નમાં તમારી જાતને અનાજના ઢગલા પર ચડતા અથવા અનાજના ઢગલા પર બેઠેલા જોશો અને તે પછી તરત જ તમે જાગી જાઓ તો તે ખૂબ જ શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમને પુષ્કળ નાણાકીય લાભ મળવાનો છે.


સ્વપ્નમાં પાણીથી ભરેલો ઘડો જોવો


જો તમે વહેલી સવારે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં તમારા સ્વપ્નમાં પાણીથી ભરેલો ઘડો અથવા જગ જોશો તો તે પણ એક શુભ સંકેત છે. આવા સપના પણ અચાનક નાણાકીય લાભ થવાનો સંકેત હોય છે.


આ પણ વાંચો: સોમવારથી શરુ થતું સપ્તાહ કેવું રહેશે 12 રાશિઓ માટે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ


સપનામાં જોબ ઈન્ટરવ્યુ


જો તમે સ્વપ્નમાં જુઓ છો કે તમે કોઈ જોબ માટે ઈન્ટરવ્યુ આપો છો તો તે આર્થિક લાભ સંકેત છે. જો વ્યક્તિને આવું સપનું આવે તો તેને જલ્દી પૈસા મળે છે અથવા તેની આવકમાં વધારો થાય છે.


સપનામાં પૂર્વજોને જોવા


જો તમે બ્રહ્મ મુહૂર્તમાં સપનામાં તમારા પૂર્વજોને જુઓ છો તો સમજવું કે  પૂર્વજો તમારાથી પ્રસન્ન છે અને તમને આશીર્વાદ આપી રહ્યા છે. તમે ટુંક સમયમાં કોઈ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી શકો છો.


આ પણ વાંચો: 30 વર્ષ પછી કુંભ રાશિમાં સર્જાશે સૂર્ય-શનિની ભયંકર યુતિ, 3 રાશિઓ માટે સૌથી ખરાબ સમય


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)