Holi 2023: રંગોનો તહેવાર હોળી આ વર્ષે 8 માર્ચ અને બુધવારના દિવસે ઉજવવામાં આવશે. 27 ફેબ્રુઆરીથી હોળાષ્ટકની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારથી જ શુભ કાર્યો કરવાની મનાઈ પણ હોય છે. ત્યાર પછી ધુળેટીનો તહેવાર ઉજવીને શુભ કાર્યોની શરૂઆત કરી શકાય છે. જોકે આ સમયે એવો હોય છે જ્યારે તમે કેટલાક ઉપાયો કરો તો તમારા જીવનમાંથી ધનની ખામી દૂર થઈ શકે છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુદોષ દૂર કરવાનો ઉપાય


જો તમારા ઘરમાં ધનની આવક થતી હોય પરંતુ બચત થઈ શકતી ન હોય તો આ લક્ષણ વાસ્તુદોષનું હોય છે. આવી સમસ્યા હોય ત્યારે હોળાષ્ટકથી હોલિકા દહનની વચ્ચે એક સુંદર તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાડી દેવું. આમ કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જશે.


આ પણ વાંચો:


આ લોકોએ ભૂલથી પણ હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ, કરે તો થાય છે બરબાદી


અહીં રંગોથી નહીં પરંતુ ચિતાની રાખથી રમવામાં આવે છે હોળી, નબળા મનના લોકો જોવાનું ટાળે


Holi 2023: હોળી પર કરો આ વસ્તુઓનું દાન, ધનથી ભરેલી રહેશે તિજોરી



ઘરે લઈ આવો માછલીઘર


જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની આવક સતત થતી રહે તો ઘરની ઉત્તર અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં માછલીઘર રાખવું. હોળાષ્ટકના દિવસોમાં તમે આ કામ કરી શકો છો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે.


વાંસનો છોડ


વાસ્તુશાસ્ત્રમાં વાંસને મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવ્યું છે. માન્યતા છે કે જે ઘરમાં આ છોડ હોય છે ત્યાં નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. તમે હોળી દરમિયાન આ છોડ ઘરમાં લાવશો તો તમારા ઘરમાં સકારાત્મક પ્રભાવ વધશે અને સાથે જ સૌભાગ્ય વધશે.


ઘરે લાવો ક્રિસ્ટલ કાચબો


ઘરમાં ક્રિસ્ટલ નો બનેલો કાચબો રાખવો પણ સકારાત્મક ઊર્જાને વધારે છે. તેનાથી આર્થિક સફળતા મળે છે. ધુળેટી પહેલા ઘરમાં ક્રિસ્ટલ નો કાચબો અચૂક લાવો.


ડ્રેગનનો ફોટો


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ડ્રેગન ની મૂર્તિ અથવા તો તેનો ફોટો લગાડવો પણ શુભ મનાય છે. ડ્રેગન ની તસ્વીર અથવા તો મૂર્તિ ઘરને ખરાબ નજર લાગતા અટકાવે છે. આ કામ પણ તમે હોળી પહેલા કરી શકો છો.