અહીં રંગોથી નહીં પરંતુ ચિતાની રાખથી રમવામાં આવે છે હોળી, કાચાપોચા મનના લોકો જોવાથી પણ ડરે

Kasi Masan Holi:કાશીમાં હોળીની ઉજવણી રંગોથી નહીં પરંતુ સ્મશાનમાં જે ચિતાની રાખ હોય તેનાથી રમવામાં આવે છે. અહીં રંગભરી એકાદશીથી હોળી રમવાની શરૂઆત થઈ જાય છે.

અહીં રંગોથી નહીં પરંતુ ચિતાની રાખથી રમવામાં આવે છે હોળી, કાચાપોચા મનના લોકો જોવાથી પણ ડરે

Kasi Masan Holi: ભારતભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ વિશ્વનાથ એટલે કે ભગવાન શંકરની નગરી કાશીમાં અનોખી રીતે હોળી ઉજવવામાં આવે છે. અહીં હોળીનો ઉત્સવ રંગભરી એકાદશીથી શરૂ થઈ જાય છે. બનારસની આ ખાસ હોળીમાં ભગવાન શિવના ભક્તો અલગ રીતે હોળી રમે છે. 

કાશીમાં હોળીની ઉજવણી રંગોથી નહીં પરંતુ સ્મશાનમાં જે ચિતાની રાખ હોય તેનાથી રમવામાં આવે છે. અહીં રંગભરી એકાદશીથી હોળી રમવાની શરૂઆત થઈ જાય છે. અહીં ચિતાની જે રાખ હોય છે તેના દ્વારા હોળી રમવામાં આવે છે. કાશી નગરીમાં હરિશ્ચંદ્ર ઘાટ ઉપર 24 કલાક ચિતાઓ સળગતી રહે છે. અહીં ક્યારેય ચિતા થતી નથી. રોજ રહી લોકો પોતાના પ્રિયજન ને અંતિમ વિદાય આપવા આવે છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિના અંતિમ સંસ્કાર કાશીમાં થાય છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. 

આ પણ વાંચો:

આમ તો સ્મશાનમાં હંમેશા ગમ્ગીની જોવા મળે છે પરંતુ વર્ષમાં માત્ર હોળી એવો દિવસ છે જ્યારે સ્મશાનમાં ઉત્સવ ઉજવવામાં આવે છે. રંગ ભરી એકાદશીના દિવસે ભગવાનના ભક્તો અહીં દેવી-દેવતાઓ સાથે હોળી રમવા આવે છે. અહીં સાધુઓ પોતાના ભક્ત ઘણો સાથે ભસ્મની હોળી રમે છે. હોળી રમવા માટે જ્યારે વક્ત ગણો જઈ રહ્યા હોય છે ત્યારે ડમરું મૃદંગ વગેરેનું સંગીત સાંભળવા મળે છે અને પછી ચિતાની રાખ સાથે હોળી રમવામાં આવે છે. રાખ સાથે હોળી રમવાની પરંપરા 350 વર્ષ જૂની છે. 

રાખ સાથે હોળી રમવા વિશે માનવામાં આવે છે કે ભગવાન વિશ્વનાથ પોતાના લગ્ન પછી માતા પાર્વતી ને લઈને કાશી આવ્યા હતા. અહીં તેમણે પોતાના ગણ સાથે હોળી રમી હતી. પરંતુ તેઓ સ્મશાનમાં રહેતા ભૂત અને અઘોરીઓ સાથે હોળી રમી શક્યા નહીં. ત્યારે તેમણે રંગભરી એકાદશીના દિવસે તેમની સાથે ચિતાની ભસ્મથી હોળી રમી હતી. આ પરંપરા આજે પણ અહીં નિભાવવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news