Guru Pushya Yog 2023: જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રોનું વિશેષ મહત્વ હોય છે. કેટલાક નક્ષત્ર અને યોગ અતિ શુભ અને દુર્લભ હોય છે. આવો જ દુર્લભ યોગ છે ગુરુ પુષ્ય યોગ. ગુરુ પુષ્ય યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુરૂવારના દિવસે જ્યારે પુષ્ય નક્ષત્ર હોય છે ત્યારે ગુરુ પુષ્ય યોગ બને છે. આ વખતે 25 મે ના રોજ ગુરુ પુષ્ય યોગનું નિર્માણ થવાનું છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગનું પણ નિર્માણ થાય છે. આ દિવસને લઈને કહેવામાં આવે છે કે આ યોગમાં કરેલા શુભ કાર્યનું ફળ અનેક ગણું વધીને મળે છે. એવું પણ કહેવાય છે કે કોઈ કાર્યની શરૂઆત આ નક્ષત્રમાં કરવામાં આવે તો તેમાં સફળતા જરૂર મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ પુષ્ય નક્ષત્ર નું નિર્માણ 25 મે 2023 ના રોજ થઈ રહ્યું છે. આ દિવસે સૂર્યોદયથી લઈ સાંજે 5.54 મિનિટ સુધી ગુરુપુષ્ય યોગ રહેશે. આ સમય દરમિયાન શુભ કાર્ય અને કેટલીક વસ્તુઓની ખરીદી કરવાથી લાભ પ્રાપ્ત થાય.


આ પણ વાંચો: 


મહેનત કર્યા પછી પણ ખાલી રહે છે તિજોરી ? તો કરો આ ઉપાય દુર થશે આર્થિક તંગી


Somvar Upay: સોમવારે કરેલી શિવ પૂજાનું ચોક્કસ મળે છે ફળ, બસ આ વાતોનું રાખવું ધ્યાન


રાશિફળ : સોમવારે કઈ કઈ રાશિના પર થશે ભોળાનાથની કૃપા અને કોણે રહેવું સંભાળીને જાણો


ગુરુ પુષ્ય નક્ષત્રમાં શું ખરીદવું? 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગ દરમિયાન સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે. આ યોગ દરમિયાન સોનુ અથવા તો ચાંદી ખરીદીને ઘરે લાવવાથી માતા લક્ષ્મીની પણ પધરામણી થાય છે. 


ગુરુ પુષ્ય યોગમાં શ્રીયંત્ર કે કુબેર યંત્ર ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. યંત્ર ખરીદીને ઘરમાં સ્થાપિત કરવાથી માતા લક્ષ્મી અને ધન કુબેરની કૃપા હંમેશા ઘર ઉપર રહે છે.


શાસ્ત્રો અનુસાર આ યોગ દરમિયાન હળદર ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. જો તમે સોનુ ખરીદી ન શકો તો હળદર ખરીદી શકો છો. 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ પુષ્ય યોગમાં નવા ઘરની ખરીદી અથવા તો ગૃહ પ્રવેશ કરવો પણ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં ખુશહાલી રહે છે. 


જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો 25 મે નો દિવસ શુભ રહેશે. કારણ કે ગુરુ પુષ્ય યોગમાં નવું વાહન ખરીદવું પણ શુભ માનવામાં આવે છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)