Jhadu Ke Upay: ધન અને સમૃદ્ધિ આપનાર માતા લક્ષ્મી પ્રસન્ન થાય અને ઘરમાં સ્થાયીવાસ કરે તે માટે લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે. સાથે જ લોકો એ વાતનું પણ ધ્યાન રાખે છે કે કેવી રીતે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય. માતા લક્ષ્મી પ્રસન્ન થાય તો અઢળક સમૃદ્ધિ અને સુખ આપે છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો પણ જણાવ્યા છે. આ ઉપાયો કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. આમ તો એવા અનેક ઉપાય અને ટોટકા છે જેને કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે પરંતુ એક સૌથી ચમત્કારી ઉપાય સાવરણી સાથે જોડાયેલો છે. ઘરની સાફ સફાઈમાં રોજ ઝાડુનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઝાડુનો સંબંધ માતા લક્ષ્મી સાથે હોય છે તેથી વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં ધન ધાન્યનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. તો ચાલો તમને જણાવીએ ઝાડુના એવા ટોટકા વિશે જે તમને અમીર બનાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાડુના ચમત્કારી ટોટકા


આ પણ વાંચો:


પૂજા કરતાં પહેલા શા માટે વગાડવામાં આવે છે ઘંટડી ? વાત નથી સામાન્ય કારણ છે ખાસ


મહિલાઓ શ્રાદ્ધ, તર્પણ કે પિંડદાન કરી શકે ? જાણો શું કહેવાયું છે ગરુડ પુરાણમાં


Shani Vakri Rashifal: આજથી શનિદેવ ચાલશે વક્રી ચાલ, જાણો 12 રાશિઓ પર કેવો પડશે પ્રભાવ


જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ઝાડુના ઉપયોગ અને તેને સાચવવાના કેટલાક નિયમો જણાવ્યા છે. જો આ નિયમનું પાલન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી. જો કોઈ વ્યક્તિના જીવનમાં આર્થિક તંગી હોય અને દુઃખ હોય તો તે પણ દૂર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ આવા કેટલાક નિયમો વિશે.


- સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ઘરમાં ક્યારેય ઝાડુનો ઉપયોગ ન કરવો. સાફ-સફાઈ કરવા માટે સૂર્યાસ્ત પહેલા સુધીનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે તેવામાં જો આ સમયે ઘરમાં સાફ-સફાઈ કરવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં આવતા નથી.


- જ્યારે ઘરની કોઈ વ્યક્તિ મહત્વના કામ માટે ઘરમાંથી નીકળે તો પાછળથી ઝાડુ કરવું જોઈએ નહીં. આમ કરવાથી તે એક વ્યક્તિને કાર્યોમાં નિષ્ફળતા મળે છે. ખાસ કરીને ઘરની મુખ્ય વ્યક્તિ જ્યારે ઘરની બહાર નીકળે તો તેની પાછળથી ઝાડુ કરવું જોઈએ નહીં.


- ઝાડુ ઘરમાં હંમેશા એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં બહારથી આવનાર વ્યક્તિની નજર ન પડે. પરંતુ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું કે ઝાડુને ક્યારે તિજોરી પાસે, બેડરુમમાં, પૂજા ઘરમાં, તુલસીના ઝાડ પાસે કે રસોડામાં ન રાખવું. આ જગ્યા પર જાડુ રાખવાથી ધનનું આગમન અટકી જાય છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓ સહન કરવી પડે છે.


- ઝાડુને ક્યારેય પગ અડાડવો જોઈએ નહીં. જો ભૂલથી ઝાડુ ઉપર પગ પડી જાય અથવા તો પગ લાગી જાય તો હાથ જોડીને ક્ષમા માંગવી ઝાડુનું હંમેશા સન્માન કરવું જોઈએ. 


- ઘરમાં ઝાડુને ક્યારેય લટકાવીને કે ઊભું રાખવું જોઈએ નહીં. ઝાડુને હંમેશા આડું કરીને રાખવું જોઈએ. 
 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)