Shani Vakri Rashifal: આજથી શનિદેવ ચાલશે વક્રી ચાલ, જાણો 12 રાશિઓ પર કેવો પડશે પ્રભાવ

Shani Vakri 2023: ન્યાનના દેવ અને કર્મ અનુસાર ફળ આપનાર ગ્રહ શનિ 17 જૂને રાત્રે 10.52 મિનિટે વક્રી થશે. વક્રી અવસ્થામાં શનિ 4 નવેમ્બર સુધી રહેશે. ત્યારબાદ 4 નવેમ્બરે 12.35 મિનિટે શનિ માર્ગી થશે. 4 નવેમ્બર સુધી શની ઉલ્ટી એટલે કે વક્રી ગતિ કરશે જેનો પ્રભાવ 12 રાશિના જાતકો પર કેવો રહેશે જાણી લો. 

મેષ રાશિ

1/12
image

શનિ વક્રી થવાથી આવકના સાધનોમાં વધારો થશે અને કાર્યક્ષેત્રનો પણ વિસ્તાર થશે. નવા લોકો સાથે મુલાકાત વધશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો મજબૂત થશે. પરિવારમાં મોટા ભાઈ સાથે મતભેદ થઈ શકે છે. સંતાન સંબંધિત ચિંતાઓ પરેશાન કરી શકે છે. પ્રેમ સંબંધી બાબતોમાં ઉદાસીનતા રહેશે. વિદ્યાર્થીઓએ સફળ થવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે.

વૃષભ રાશિ

2/12
image

વક્રી શનિ કાર્યક્ષેત્રનો વિસ્તાર કરશે. વધુ પડતી વ્યસ્તતાના કારણે શારીરિક થાકનો અનુભવ થશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો તમે યોજનાઓ ગુપ્ત રાખીને કામ કરશો તો તમે વધુ સફળ થશો. જો કોઈ કારણસર કામ પૂર્ણ થવામાં થોડો સમય લાગે તો ચિંતા કરશો નહીં. જમીન-મિલકત સંબંધિત વિવાદો ઉકેલાશે. વાહનની ખરીદી થઈ શકે છે.

મિથુન રાશિ

3/12
image

વક્રી શનિ શુભ પરિણામ આપશે. ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે રુચિ વધશે. નિર્ણયો અને કરેલા કામની પ્રશંસા થશે. નાના ભાઈ સાથે મતભેદ ન વધારો. ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો. દાન-પુણ્ય કરશો. માતા-પિતા સાથેના સંબંધો ખરાબ ન થાય તેનું ધ્યાન રાખો. વિદેશ યાત્રા થઈ શકે છે. વિદેશી નાગરિકતા માટેના પ્રયત્ન સફળ થશે.

કર્ક રાશિ

4/12
image

શનિની વક્રી દશા આ રાશિ માટે બહુ સારી નથી તેમ કહી શકાય. સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. કાર્યસ્થળ પર પણ ષડયંત્રનો ભોગ ન બનો તે વાતનું ધ્યાન રાખો. પૈતૃક સંપત્તિને લઈ વિવાદ થઈ શકે છે. કોર્ટની બહાર વિવાદનું સમાધાન કરવું સમજદારીભર્યું રહેશે. હિતશત્રુઓથી સતર્ક રહો.  

સિંહ રાશિ 

5/12
image

વક્રી શનિ વૈવાહિક બાબતોમાં  વિલંબ કરાવશે. સાસરી પક્ષ સાથેના સંબંધો ખરાબ ન થાય તેનું ધ્યાન રાખો. ભાગીદારીમાં વેપાર કરવાથી બચો. કેન્દ્ર કે રાજ્ય સરકાર સંબંધિત કામોમાં વિલંબ થશે. આ સમય દરમિયાન ધીરજ અને સંયમ જાળવી રાખો. વિવાદોથી દૂર રહો. સ્વાસ્થ્યની કાળજી રાખો.

કન્યા રાશિ 

6/12
image

શનિનું વક્રી થવું તમારા માટે વરદાન સાબિત થશે. નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ સમય સારો રહેશે. માતૃ પક્ષ તરફથી કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે. યાત્રા પણ કરવી પડી શકે છે. આ સમય દરમિયાન કામકાજ માટે વધારે લોન લેવાનું ટાળો. કોઈ સાથે નાણાકીય વ્યવહાર કરવાનું ટાળો.

તુલા રાશિ

7/12
image

વક્રી શનિની અસર ખૂબ મિશ્રિત રહેશે. વ્યવસાયની દૃષ્ટિએ સમય સારો છે. પરંતુ પ્રેમ સંબંધી બાબતોમાં વિલંભ થશે. લગ્નની વાતમાં પણ અડચણો આવી શકે છે. વિદ્યાર્થીઓએ  વધુ પ્રયત્નો કરવા પડશે.  મોટા ભાઈ સાથે મતભેદ ન થાય તે વાતનું ધ્યાન રાખો.  

વૃશ્ચિક રાશિ

8/12
image

મિત્રો અને સંબંધીઓ તરફથી અપ્રિય સમાચાર મળી શકે છે. કાર્યોમાં સંઘર્ષ અને વિલંબ થશે. મુસાફરીમાં સાવધાની રાખો. સામાન ચોરી ન થાય તે વાતનું ધ્યાન રાખો. જમીન-સંપત્તિ સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.  

ધન રાશિ

9/12
image

આ સમય દરમિયાન હિંમત અને બહાદુરીમાં વધારો થશે. તમારા કાર્યોની પ્રશંસા થશે. તમારી આવડતની મદદથી તમે મુશ્કેલ પરિસ્થિતિમાંથી સરળતાથી બહાર આવી શકશો. વિદેશ પ્રવાસની તક મળશે. 

મકર રાશિ

10/12
image

વક્રી શનિ ઘણા અણધાર્યા લાભ આપી શકે છે. લાંબા સમયથી અટકેલું ધન પાછું મળવાની શક્યતા છે. વ્યવસાયિક સ્થિતિ મજબૂત રહેશે. પરંતુ પરિવારના મુદ્દે માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને લઈ સાવચેત રહો. મિલકત સંબંધિત વિવાદોનો ઉકેલ આવશે.

કુંભ રાશિ

11/12
image

વક્રી શનિ લાભકારી સાબિત થશે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. વૈવાહિક બાબતમાં થોડો વધુ સમય લાગશે. કામકાજ અને વ્યવસાયની દૃષ્ટિએ સમય સારો રહેશે. નોકરી માટે અરજી કરવા માટે સારો સમય છે. ગુસ્સાને નિયંત્રણમાં રાખીને કામ કરશો તો વધુ સફળ થશો.

મીન રાશિ

12/12
image

વક્રી શનિનો પ્રભાવ બહુ સારો ન કહી શકાય. દરેક કાર્ય અને નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવા. લાગણીમાં વહીને લીધેલો નિર્ણય નુકસાનકારક સાબિત થશે. મુસાફરી કરતી વખતે સાવધાની રાખો. નાણાકીય લેતીદેતીથી બચો નહીં તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)