Buddha Purnima 2024: ભગવાન બુદ્ધની આ મુદ્રા છે સૌથી ખાસ, જીવનમાં સફળ થવાનું છુપાયેલું છે રહસ્ય
Buddha Purnima 2024: ભગવાન બુદ્ધની પ્રતિમાને પણ જોવામાં આવે તો શાંતિનો અનુભવ થાય છે. ભગવાન બુદ્ધની અલગ અલગ મુદ્રાની પ્રતિમાઓ અને તસવીરો જોવા મળે છે. જેમાંથી એક છે ભગવાન બુદ્ધ સુતા હોય તેવી મુદ્રા. ભગવાન બુદ્ધની આ મુદ્રા સૌથી ખાસ છે.
Buddha Purnima 2024: 23 મે 2024 અને ગુરુવારે દેશભરમાં બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. આ દિવસની ઉજવણી ભગવાન ગૌતમ બુદ્ધને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. અને આજ દિવસે તેમને બોધગયામાં બોધી વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આજના દિવસે દેશ દુનિયામાંથી મોટી સંખ્યામાં લોકો બોધગયા પણ જાય છે.
વૈશાખ મહિનાની પૂર્ણિમાનું મહત્વ જ્યોતિષશાસ્ત્રમાં પણ દર્શાવાયું છે. આ દિવસે લોકો પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને દાન પુણ્ય કરે છે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત ગણાય છે. બૌદ્ધ ધર્મના સંસ્થાપક ભગવાન બુદ્ધનું જીવન પણ રોચક છે. વિવાહ પછી પત્ની અને બાળકો તેમજ રાજપાટને છોડીને તેઓ વનમાં નીકળી ગયા હતા અને કઠોર તપ કર્યા પછી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
આ પણ વાંચો: Money Upay: સાપની આ વસ્તુ ભાગ્યશાળીને જ મળે, ઘરમાં રાખવાથી રાતોરાત થાય ધન વૃદ્ધિ
ભગવાન બુદ્ધની પ્રતિમાને પણ જોવામાં આવે તો શાંતિનો અનુભવ થાય છે. ભગવાન બુદ્ધની અલગ અલગ મુદ્રાની પ્રતિમાઓ અને તસવીરો જોવા મળે છે. જેમાંથી એક છે ભગવાન બુદ્ધ સુતા હોય તેવી મુદ્રા. ભગવાન બુદ્ધની આ મુદ્રા સૌથી ખાસ છે. જેમાં જીવનનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. આ મુદ્રામાં જ ભગવાન બુદ્ધે તેમના જીવનનો અંતિમ સંદેશ આપ્યો હતો જે આજે પણ યથાર્થ છે.
ભગવાન બુદ્ધની અંતિમ મુદ્રા
આ પણ વાંચો: 1 જૂનથી બનશે રુચક રાજયોગ, 4 રાશિ માટે સારો સમય, કાર્યો થશે સફળ, ધન લાભના પણ યોગ
ભગવાન બુદ્ધ એ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં અંતિમ શ્વાસ લીધા હતા. એવું કહેવાય છે કે તેમનું મૃત્યુ ભોજનમાં ઝેર હોવાના કારણે થયું હતું. ઝેરયુક્ત ભોજન કર્યા પછી તેમની તબિયત બગડવા લાગી અને તે જમીન પર આ મુદ્રામાં સૂઈ ગયા. ભગવાન સમજી ગયા હતા કે તેમનો અંતિમ સમય આવી ગયો છે. આ સમયે તેમના બધા જ શિષ્યો તેમની આસપાસ બેસી ગયા હતા. અને આ મુદ્રામાં જ ભગવાન બુદ્ધે તેમના જીવનનો અંતિમ સંદેશ પોતાના શિષ્યોને આપ્યો હતો.
આ પણ વાંચો: શ્રીમદ્ભગવત ગીતાના આ 6 ઉપદેશ હંમેશા રાખો યાદ, મુશ્કેલ સમયને પાર કરવાની મળશે તાકત
ભગવાન બુદ્ધની આ મુદ્રાને મહાપરીનિર્વાણ મુદ્રા કહેવાય છે. આ મુદ્રામાં ભગવાન બુદ્ધે તેના શિષ્યોને જે સંદેશ આપ્યો હતો તે એક પ્રસિદ્ધ વાક્ય છે. જે વાક્ય છે આપં દીવો ભવ.. એટલે કે પોતાના દીપક સ્વયં બનો. તેનો અર્થ થાય છે કે દરેક વ્યક્તિએ પોતાના જ્ઞાન અને અનુભવના આધારે જ નિર્ણય લેવો જોઈએ. વ્યક્તિએ પોતાના ઉદ્ધાર માટે પોતે જ જવાબદારી લેવી પડે છે. ક્યારે કોઈ બીજા પર નિર્ભર રહેવું નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)