Money Upay: સાપની આ વસ્તુ ભાગ્યશાળીને જ મળે, ઘરમાં રાખવાથી રાતોરાત થાય ધન વૃદ્ધિ
Money Upay: ભાગ્યશાળી હોય તેને જ કુદરતી રીતે આ કાંચળી મળે છે જો તમને અચાનક કોઈ જગ્યાએથી સાપની કાંચળી મળી જાય તો તેને ઘરે લઈ આવવી. આ વસ્તુ તમને રાતોરાત માલામાલ કરી શકે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે સાપની કાંચળીને ઘરે લાવી કરવાનું શું ? તો ચાલો તમને જણાવીએ સાપની કાંચળીને ઘરમાં કેવી રીતે રાખવી અને તેનાથી શું લાભ થાય.
Trending Photos
Money Upay: હિન્દુ ધર્મમાં સાપને પૂજનીય માનવામાં આવ્યો છે. ભગવાન શિવ પણ સાપને પોતાના ગળામાં ધારણ કરે છે. સાપ એવું પ્રાણી છે જે થોડા થોડા સમયે પોતાની કાંચળી બદલે છે. સાપની કાંચળી એટલે કે તેની ઉપરની ત્વચા આપોઆપ થોડા સમયમાં નીકળી જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાપની કાંચળી વ્યક્તિને ધનવાન બનાવી શકે છે.
ભાગ્યશાળી હોય તેને જ કુદરતી રીતે આ કાંચળી મળે છે જો તમને અચાનક કોઈ જગ્યાએથી સાપની કાંચળી મળી જાય તો તેને ઘરે લઈ આવવી. આ વસ્તુ તમને રાતોરાત માલામાલ કરી શકે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે સાપની કાંચળીને ઘરે લાવી કરવાનું શું ? તો ચાલો તમને જણાવીએ સાપની કાંચળીને ઘરમાં કેવી રીતે રાખવી અને તેનાથી શું લાભ થાય.
સાપની કાંચળીને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. માન્યતા છે કે તેમાં એકાક્ષી નાળિયેર, એકમુખી રુદ્રાક્ષ અને દક્ષિણાવર્તી શંખ જેટલી શક્તિ હોય છે. તેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને જીવનમાં ધન સંપત્તિની ખામી રહેતી નથી. માન્યતા એવી પણ છે કે સાપની કાચળીથી ભૂતપ્રેતની બાધાથી મુક્તિ મળે છે અને ખરાબ નજરની અસર પણ દૂર થાય છે.
સાપની કાંચળી મળે તો શું કરવું ?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાપની કાંચળી મળવી શુભ ગણાય છે. જો તમને રસ્તામાં ક્યાંથી સાપની કાંચળી મળે તો તેને ઘરે લાવો. સાપની કાંચળીને ઘરમાં રાખવાથી ધનની ખામી સર્જાતી નથી. કેટલાક લોકો સાપની કાંચળીને ફ્રેમ કરાવીને પણ રાખે છે. જોકે સાપની કાંચળી ઘરે લાવો તો એક વાતનું ધ્યાન રાખો કે તે તૂટે નહીં. જો તેના કટકા થઈ જાય તો તેનાથી લાભ થતો નથી.
જો ઘરમાં નકારાત્મક ઊર્જા વધી ગઈ હોય કે પછી નકારાત્મક શક્તિથી ડર લાગતો હોય તો સાપની કાંચળીને પીસી તેમાં હિંગ અને લીમડાના પાન ઉમેરી લોબાન ધૂપ સાથે સળગાવી દો આ ધુમાડો ઘરમાં કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે