Mercury Combust in Aries 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ ગ્રહે હાલમાં ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે બુધ મેષ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. બુધ ગ્રહ બુદ્ધિ, ધન, વેપાર, સંવાદ વગેરેનો કારક છે અને અસ્ત થઈને પણ તે તમામ લોકોની આર્થિક પ્રગતિ, વાણી પર મોટી અસર કરશે. બુધ 23 એપ્રિલે અસ્ત થઈ રહ્યો છે. જ્યારે તેની પહેલા 21 એપ્રિલે તે વક્રી ચાલ ચલશે. આ પ્રકારની બુધની વક્રી ચાલ અને બુધનું અસ્ત તવું એ જ્યોતિષ મુજબ ઠીક સ્થિતિ નથી. પરંતુ કેટલીક રાશિવાળાને ભાગ્યોદય કરાવશે. જાણો કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસ્થ થઈને બુધ કરાવશે આ રાશિવાળાને લાભ


કન્યા રાશિ
અસ્ત થયેલો બુધ કન્યા રાશિવાળાને તગડો લાભ કરાવશે. આ જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. જે તેમને કામમાં સફળતા અપાવશે. વર્કપ્લેસ પર માન સન્માન અપાવશે. નોકરી વેપારમાં લાભ અપાવશે. આવકના નવા સ્ત્રોત બનશે. જે તમારી આર્થિક સ્થિતિ સારી કરશે. પદ પ્રતિષ્ઠા મળશે. 


તુલા રાશિ
બુધ અસ્ત થઈને પણ તુલા રાશિવાળાને લાભ કરાવશે. આ જાતકોને બુધ ધનલાભ કરાવશે. વેપાર કરનારાઓને લાભ થઈ શકે છે. નોકરીની નવી તકો મળશે. વર્કપ્લેસની સમસ્યા ઓછી થશે. તમારા પદોન્નતિના યોગ બનશે. સેલરીમાં વધારો થઈ શકે છે. તમારા કામના વખાણ થશે. જો તમે પોતાના ગુસ્સા પર કાબૂ રાખવામાં સફળ રહ્યા તો મોટા લાભ મેળવી શકશો. 


કુંભ રાશિ
કુંભ રાશિવાળાને પણ અસ્ત બુધ લાભદાયી પરિણામ આપશે. આ જાતકોનું સાહસ અને આત્મવિશ્વાસ વધશે. જે તમારા કામોમાં સફળતા અપાવશે. નોકરી કરનારાને મોટી સફળતા મળી શકે છે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. વિરોધી પરાસ્ત થશે. ફાલતુ ખર્ચા પર કાબૂ રાખશો તો આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)