Mahadhan Yog December 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. જેનાથી મેષથી લઈને મીન રાશિ સુધી દરેક 12 રાશિઓ પ્રભાવિત થાય છે. વર્ષ 2023ના છેલ્લા મહિનામાં સૂર્ય, મંગળ, બુધ સહિત 5 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે, જેમાં વર્ષ 2024ની શરૂઆત ઘણા શુભ સંયોગથી થશે. 25 નવેમ્બરે બુધ ધન રાશિમાં ગોચર કરી ચુક્યા છે અને 14 ડિસેમ્બરે ધન રાશિમાં વક્રી થશે. ત્યારબાદ 28 ડિસેમ્બરે બુધ ધન રાશિમાંથી નિકળી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ડિસેમ્બર મહિનામાં બુધના બે વખત ચાલ બદલવાથી મેષ, મકર સહિત 4 રાશિઓને શુભ ફળની પ્રાપ્તિ થશે. આવો જાણીએ વર્ષ 2024ની લકી રાશિઓ વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
ડિસેમ્બર મહિનામાં બુધ ગ્રહ બે વખત ચાલ બદલવાથી મેષ રાશિના જાતકોને શુભ ફળ આપશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નોકરીમાં પ્રમોશન મળશે. ધન-સંપત્તિમાં વધારાનો યોગ બનશે અને દરેક કાર્યોમાં સફળતા મળશે. 


મિથુન રાશિ
વર્ષ 2023ના છેલ્લા મહિનામાં બુધ ગોચરથી મહાધન યોગનું નિર્માણ થશે, જેનાથી મિથુન રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે અને કાર્યોમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. કામના સિલસિલામાં યાત્રાનો યોગ બનશે અને આર્થિક મુશ્કેલીથી છુટકારો મળશે. 


આ પણ વાંચોઃ ગ્રહોના રાજા 14 દિવસ બાદ ધનુમાં કરશે પ્રવેશ, આ 3 રાશિઓને આકસ્મિક ધનલાભ થશે


મકર રાશિ
બુધના ધન રાશિમાં વક્રી ચાલથી મકર રાશિના જાતકોના સુખ-સૌભાગ્યમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આવકના નવા સાધનથી ધન લાભ થશે. નવી નોકરીની ઓફર મળશે. પૈતૃક સંપત્તિ મળી શકે છે. આ સાથે સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી સમસ્યાથી છુટકારો મળશે. 


ધન રાશિ
ડિસેમ્બરના મહિનામાં બુધના રાશિ પરિવર્તનની કારાત્મક અસર ધન રાશિના જાતકોના પર થશે. ધન રાશિના જાતક વર્ષ 2024માં ભાગ્યશાળી રહેશે, ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવશે. આધ્યાત્મમાં મન લાગશે અને દરેક કાર્યમાં સફળતા મળશે. 


આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube