Budh Gochar 2024: બુધ ગ્રહ જ્ઞાન, એકાગ્રતા, વાણી, ચંચળતા, સૌંદર્ય અને આર્થિક સ્થિતિનો કારક ગ્રહ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ ઉચ્ચ સ્થાનમાં બિરાજમાન હોય તો તે વ્યક્તિને જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.. આવી વ્યક્તિ પોતાના જ્ઞાન અને બુદ્ધિના દમ પર સફળતાના શિખરો સર કરે છે. તેવી જ રીતે જ્યારે બુધ પોતાની રાશિ કે નક્ષત્ર બદલે છે ત્યારે પણ તેનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવન પર જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધ ગ્રહ હોળી પછી નક્ષત્ર પરિવર્તન કરશે. બુધ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિ માટે અશુભ રહેશે. પરંતુ ત્રણ રાશિ છે જેને બુધના નક્ષત્ર પરિવર્તનથી લાભ થશે. આ રાશિના લોકોનું ભાગ્ય ખુલી જશે. આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે.


આ પણ વાંચો: Budh Uday 2024: 15 માર્ચે બુધના ઉદય સાથે વૃષભ, મિથુન સહિત 4 રાશિઓનો થશે ભાગ્યોદય


હોળી પછી 9 એપ્રિલ 2024 અને મંગળવારે બુધ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરશે. 9 એપ્રિલે રાત્રે 9.22 કલાકે બુધ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધના નક્ષત્ર પરિવર્તનથી મેષ, મિથુન અને કર્ક રાશિના લોકોને જીવનમાં શુભ ફળ મળવા લાગશે. તો ચાલો વિગતવાર જાણી લો કે આ ત્રણ રાશિને 9 એપ્રિલ પછી શું લાભ થશે.


બુધના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિને થશે ફાયદો


આ પણ વાંચો: હોળીના રંગોના આ ઉપાયો છે ચમત્કારિક, આર્થિક તંગી અને ગ્રહદોષથી એક રાતમાં મુક્તિ મળશે


મેષ રાશિ


બુધનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. બુધનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના લોકોને સફળતા અપાવશે. ખાસ કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય શુભ રહેશે. કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.


મિથુન રાશિ


મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. બુધ ના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિના લોકોને લાભ થશે. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને વિશેષ ફળ પ્રાપ્ત થશે. એપ્રિલ મહિનામાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્ય સુધરશે. જે લોકો કોઈ બીમારીથી પરેશાન છે તેમને બીમારીથી મુક્તિ મળશે.


આ પણ વાંચો: 15 માર્ચે સર્જાશે મંગળ-શનિની યુતિ, 23 એપ્રિલ સુધીનો સમય 12 રાશિઓ માટે કેટલો શુભ જાણો


કર્ક રાશિ


કર્ક રાશિના લોકોને બુધ નું નક્ષત્ર પરિવર્તન લાભ કરાવશે.. વેપારીઓને આ સમય દરમિયાન સફળતા મળશે. નોકરી કરતા લોકોને માટે પણ સારો સમય. દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. વિદેશ યાત્રા પણ શક્ય છે. જીવનમાં ચાલી રહી સમસ્યાઓનો અંત આવશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી  સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)