Budh Vakri 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયમાં પોતાની અવસ્થા બદલે છે. આ ક્રમમાં હવે બુધ ગ્રહ મેષ રાશિમાં વક્રી થશે. જ્યોતિષ ગણના અનુસાર બુદ્ધિના દાતા બુધ 2 એપ્રિલ 2024 ના રોજ સવારે 3 કલાક અને 18 મિનિટે મેષ રાશિમાં વક્રી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધ ગ્રહના વક્રી થવાથી કેટલીક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. આ રાશિના લોકોને કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે. આ સમય દરમિયાન ધન, સંપત્તિમાં પણ વધારો જોવા મળી શકે છે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ કે બુધ ગ્રહના વક્રી થવાથી કઈ રાશિના લોકોને કેવો ફાયદો થશે. 


બુધ ગ્રહ વક્રી થવાથી આ રાશિને થશે લાભ


આ પણ વાંચો:  13 એપ્રિલથી આ 3 રાશિઓનું ભાગ્ય પલટી મારશે, સૂર્ય-ગુરુની યુતિથી ભરાશે ખાલી તિજોરી


મેષ રાશિ


બુધ ગ્રહના વક્રી થવાથી મેષ રાશિ ના વેપારીઓને જબરદસ્ત ફાયદો થશે. બિઝનેસમાં નવી તકો પ્રાપ્ત થશે. રોકાણ કરવા માટે પણ સારો સમય શરૂ થશે. બિઝનેસનો વિસ્તાર કરવા માટે શુભ સમય. માતા લક્ષ્મીની કૃપાથી આર્થિક સ્થિતિ સુધરશે. વિવાહ યોગ્ય લોકોને ખુશખબરી મળી શકે છે. 


આ પણ વાંચો: શનિ કરશે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, આ 5 રાશિના લોકો દિવસ રાત ગણશે રુપિયા


કર્ક રાશિ


આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. બુધ વક્રી અવસ્થામાં થવાથી કર્ક રાશિના લોકોને ફાયદો થશે. સમસ્યાઓનું સમાધાન મળવા લાગશે. જે લોકો નવું કામ કરવા ઈચ્છે છે કે નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમના માટે સારો સમય. આ સમય દરમિયાન પારિવારિક જીવન સુખમય રહેશે. નોકરી કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. અત્યારે કરેલા રોકાણથી ફાયદો થશે.


આ પણ વાંચો: આર્થિક અને પારિવારિક સમસ્યા દૂર કરી શકે છે લોટના દીવા, જાણો ચમત્કારી ઉપાય કરવાની રીત


સિંહ રાશિ


સિંહ રાશિના લોકો માટે પણ વક્રી બુધ લાભકારી રહેશે. નોકરી કરતા લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. પ્રમોશનના પણ યોગ બની શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન આર્થિક પક્ષ મજબૂત થશે. રોકાણ કરવા માટે સારો સમય. જે લોકોના લગ્ન નથી થયા તેમના માટે શુભ સમય આ સમય દરમિયાન લગ્ન નક્કી થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય શુભ.


આ પણ વાંચો: 18 વર્ષ પછી સર્જાશે ગ્રહોની મહાયુતિ, 31 માર્ચથી આ રાશિના લોકોનું વધશે બેંક બેલેન્સ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)