Budh Mangal Yuti: ગ્રહોની ચાલ જ્યારે બદલે છે તો અલગ અલગ ગ્રહોની ખાસ યુતી સર્જાતી હોય છે. બે ગ્રહોની દ્રષ્ટિ પણ કેટલીક રાશિઓ માટે લાભકારી સિદ્ધ થાય છે તો કેટલીક રાશિઓ માટે નુકસાનકારક. ગ્રહોના રાશિ અને નક્ષત્ર બદલવાની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. સપ્ટેમ્બર મહિનામાં બુધ અને મંગળ ગ્રહની લાભદ્રષ્ટિ યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ મંગળની લાભ દ્રષ્ટિ વ્યક્તિ તરફ ચુંબકની જેમ ધન ખેંચી લાવે છે. આ સમય એવો હોય છે જ્યારે વ્યક્તિને અમીર બનતા કોઈ અટકાવી શકતું નથી. આવી જ બુધ મંગળની લાભ દ્રષ્ટિથી કઈ 3 રાશિના લોકો પર સકારાત્મક પ્રભાવ જોવા મળવાનો છે ચાલો તમને જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધ મંગળની લાભ દ્રષ્ટિ આ રાશિઓ માટે અતિ શુભ 


આ પણ વાંચો: Weekly Horoscope: મિથુન સહિત 5 રાશિને આ સપ્તાહ થઈ શકે છે ધનલાભ, સાપ્તાહિક રાશિફળ


મેષ રાશિ 


મેષ રાશિ મંગળની સ્વરાશિ છે. બુધ મંગળની લાભ દ્રષ્ટિથી ધન કમાવાના નવા રસ્તા ખુલશે. આવકના જે સ્ત્રોત ખુલશે તે નિશ્ચિત સ્ત્રોત હશે. આવકમાં બેહીસાબ વધારો થશે. નોકરી કરતા લોકોનું માન-સન્માન વધશે. અધિકારીઓ તરફથી પ્રસંશા સાંભળવા મળશે. બઢતી મળવાના પણ યોગ છે. વેપારમાં લાભ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. પારિવારિક સંબંધ મધુર બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 


આ પણ વાંચો: સોનાની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, મંગળની બદલાયેલી ચાલ બનાવશે ધનવાન


મિથુન રાશિ 


મિથુન બુધની સ્વરાશી છે. બુધ મંગળની લાભ દ્રષ્ટિથી મિથુન રાશિના લોકોને અનેક સ્ત્રોતથી ધન પ્રાપ્તિ થશે. આવકમાં વધારો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી કરતા લોકોને સહક્રમીઓ તરફથી સહયોગ મળશે. આવક વધશે. વેપારમાં લાભ થશે. નવા અવસર પ્રાપ્ત થશે. નોકરી શોધતા લોકો માટે સમય શુભ. સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે. 


આ પણ વાંચો: Friday: શુક્રવારે માતા લક્ષ્મીને ચઢાવો આમાંથી કોઈ એક વસ્તુ, સર્જાશે ધનપ્રાપ્તિના યોગ


તુલા રાશિ 


બુધ મંગળની લાભ દ્રષ્ટિ તુલા રાશિના લોકોને સકારાત્મક લાભ કરાવશે. નવા લોકોના સંપર્કથી લાભ થશે. આવકમાં વૃદ્ધિ થવાના યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વ્યાપારિક સંબંધોથી લાભ થશે. નોકરી કરતા લોકોને ઓફિસમાં સહયોગ મળશે. આવકના નવા સ્ત્રોત સામે આવશે. વેપારીઓને પાર્ટનરશીપથી લાભ થશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)