Budh Margi 2024: ઓગસ્ટ મહિનાના અંતે બુધ ગ્રહ માર્ગી થયો છે. નવગ્રહમાંથી બુધ ગ્રહને ખૂબ જ શુભ માનવામાં આવે છે. બુધ ગ્રહ ગત 5 ઓગસ્ટ 2024 થી વક્રી ચાલ ચાલી રહ્યા હતા. 24 દિવસ સુધી વક્રી રહ્યા પછી 29 ઓગસ્ટ અને ગુરુવારે બુધ ગ્રહ માર્ગી થયો છે. આજથી બુધ ગ્રહ સીધી ચાલ ચાલશે. જેની અસર દેશ-દુનિયા સહિત બધી જ રાશિ પર વ્યાપક રીતે જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 3 રાશિઓ માટે સપ્ટેમ્બર મહિનો સૌથી સારો, બુધ, સૂર્ય અને શુક્રના મહાગોચરથી મળશે ધનલાભ


બુધ ગ્રહના માર્ગી થવાથી 3 રાશિના લોકોના જીવનમાં પોઝિટિવ ફેરફાર જોવા મળશે. તો ચાલો તમને જણાવી એ 3 લકી રાશિઓ કઈ કઈ છે અને તેમને કેવા લાભ થશે. બુધ ગ્રહના માર્ગી થવાથી આ ત્રણ રાશિના લોકોને અપાર લાભ થવાની શરૂઆત થશે. 


માર્ગી બુધ આ 3 રાશિ માટે શુભ 


આ પણ વાંચો: ઘી-ગોળનો આ ઉપાય રાતોરાત બનાવશે અરબપતિ, બુધવારે કરવાથી સર્જાશે અચાનક ધનલાભના યોગ


વૃષભ રાશિ


વૃષભ રાશિ માટે માર્ગી બુધ શુભ સાબિત થશે. વાણી અને વ્યક્તિત્વમાં નિખાર આવશે. લોકો તમારી વાતચીતથી પ્રભાવિત થશે. સેલ્સ સંબંધિત કામ કરતા લોકો માટે સારો સમય. મોટા પ્રોજેક્ટ મળવાના યોગ. વેપારમાં પ્રગતિ થશે. ઓનલાઇન માર્કેટિંગથી લાભ થશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. માતા પિતાના આશીર્વાદ મળશે. મેરીડ લાઇફમાં ખુશીઓ આવશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ મધુર બનશે. 


આ પણ વાંચો: Horoscope: સપ્ટેમ્બર મહિનો મેષ સહિત 3 રાશિ માટે લાભકારી, વેપારમાં જબરદસ્ત ધનલાભ થશે


સિંહ રાશિ


માર્ગી બુધ સિંહ રાશિના લોકોને જીવનમાં પ્રગતિ કરાવશે. નવા લોકોના સંપર્કમાં આવશો. અનુભવોથી લાભ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં પ્રગતિ થશે. સોશિયલ મીડિયા કેમ્પેઇનથી વેપારનો વિસ્તાર થશે. ભાગીદારીના બિઝનેસથી ધનલાભ થશે. નોકરી કરતા લોકોને ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. આવકના નવા સ્ત્રોત વિકસિત થશે. આવક વધી શકે છે. પરિવારમાં એકતા વધશે. લવ લાઇફ સુધરશે. 


આ પણ વાંચો: જન્માષ્ટમીથી શરુ થતા આ સપ્તાહમાં 5 રાશિઓને થશે ધનલાભ, વાંચો સાપ્તાહિક રાશિફળ


મકર રાશિ 


મકર રાશિના લોકોને માર્ગી બુધ વિશેષ લાભ કરાવે તેવી સંભાવના. નેતૃત્વની ક્ષમતા વધશે. અટકેલા કામ પૂરા થશે. ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. એક કરતાં વધુ સ્ત્રોતથી ધનની આવક વધશે. નોકરી કરતા લોકોને ઇચ્છિત ટ્રાન્સફર અથવા તો પ્રમોશન મળી શકે છે. આવકમાં જબરદસ્ત વધારો થવાના યોગ બની રહ્યા છે. વેપારીઓને પાર્ટનરશીપથી લાભ થશે. બેરોજગાર યુવાનોને રોજગારની તક મળશે. લવ લાઈફ સુધરશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)