Budhwar Upay: ઘી-ગોળનો આ ઉપાય રાતોરાત બનાવશે અરબપતિ, બુધવારે કરવાથી સર્જાશે અચાનક ધનલાભના યોગ

Budhwar Upay: બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય દેવ ગણપતિને સમર્પિત છે. આ દિવસ ગણેશ પૂજા કરવાની સાથે જો કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો તમામ પ્રકારના કષ્ટથી મુક્તિ મળે છે. ખાસ કરીને આર્થિક સમસ્યાનું નિવારણ આવે છે અને અકલ્પનીય ધનલાભ થઈ શકે છે.

Budhwar Upay: ઘી-ગોળનો આ ઉપાય રાતોરાત બનાવશે અરબપતિ, બુધવારે કરવાથી સર્જાશે અચાનક ધનલાભના યોગ

Budhwar Upay: સનાતન ધર્મમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત ગણાય છે. આ દિવસે ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવાથી અને જ્યોતિષ્ય ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં આવી રહેલી સમસ્યાથી છુટકારો મળે છે. હિંદુ શાસ્ત્રમાં ગણેશજીને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. કોઈપણ શુભ કે માંગલિક કાર્યની શરૂઆતમાં ગણેશજીનું નામ લેવામાં આવે તો તે કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય છે તેથી દરેક કાર્યમાં સૌથી પહેલા પૂજા ગણેશજીની થાય છે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે અને વ્યક્તિને તમામ પરેશાનીઓથી છુટકારો મળે છે. સાથે જ અશુભ ગ્રહોના પ્રભાવથી પણ મુક્તિ મળે છે. .

બુધવારના ચમત્કારી ઉપાય 

- જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે ગણેશજીને દૂરનું તિલક કરવાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજીની આરતી કરવી અને મંત્ર જાપ કરવાથી જીવનના સંકટ દૂર થાય છે. 

- બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરો ત્યારે દુર્વા ઘાસનો ઉપયોગ કરવો જોઈએ. ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે અને બધી જ મનોકામના પૂર્ણ કરે છે. 

- બુધવારના દિવસે નકારાત્મકતાને દૂર કરવા માટે ગણેશજીને દૂબ અર્પણ કરો. ત્યાર પછી ગોળ અને ધાણાના બી અર્પણ કરો. જો આ ઉપાય કરી ન શકાય તો બુધવારે ગણેશજીને મદદ કે લાડુ ધરાવવો. 

- જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે ઘરમાં શમીનો છોડ વાવવો શુભ ગણાય છે. શમી ભગવાન ગણેશને પ્રિય છે. જેમ જેમ આ છોડ વધશે તેમ ઘરમાં ધન ધન્ય પણ વધશે. 

- બુધવારના દિવસે ગણેશજીને ગોળ અને ઘીનો ભોગ ધરાવો જોઈએ. આ ઉપાય કરવાથી ગણેશજી ઝડપથી પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનની ધન સંબંધિત સમસ્યા દૂર કરે છે.

- મનોવાંછિત ફળ પ્રાપ્ત કરવું હોય અને ગણેશજીના આશીર્વાદ મેળવવા હોય તો બુધવારે ગણેશપૂજાની સાથે તેમને ભીના ચોખા અર્પણ કરો. 

- જો કાઈ કામ લાંબા જ સમયથી અટકેલું છે તો તેને પૂર્ણ કરવા માટે બુધવારે ઘરમાંથી બહાર નીકળો ત્યારે સાથે લીલા રંગનો રૂમાલ રાખો. અને ઘરેથી નીકળતા પહેલા થોડી વરીયાળી ખાઈ લો. તેનાથી બધા જ કાર્ય પૂર્ણ થવા લાગશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news