Budh Margi 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર 16 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 1 કલાક અને 21 મિનિટે બુધ ગ્રહ માર્ગી થશે. બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર કહેવાય છે. બુધ ગ્રહ શુભ પ્રભાવ આપનાર ગ્રહ માનવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં બુદ્ધની સ્થિતિ શુભ અને મજબૂત હોય તેની કમાણી દિવસેને દિવસે વધતી રહે છે. તેવામાં 16 તારીખથી બુધ ગ્રહ માર્ગી થશે તેના કારણે ચાર રાશિના જાતકોની કમાણી પણ દિવસ રાત વધતી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધના માર્ગી થવાથી આ ચાર રાશિને થશે ફાયદો


મેષ રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહના માર્ગી થવાથી મેષ રાશિના લોકોને વિશેષ ફાયદો થવાનો છે. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કારકિર્દીમાં સુવર્ણ અવસર પ્રાપ્ત થશે. જે લોકોને નોકરી મેળવવામાં સંઘર્ષનો સામનો કરવો પડતો હતો તેમને હવે સરળતાથી નોકરી મળશે. પરિવારના લોકો વચ્ચે પ્રેમ અને સદભાવના વધશે. ભાગ્યનો સાથ મળશે.


આ પણ વાંચો:


રાશિને અનુકૂળ ગણેશ મૂર્તિની કરો ઘરમાં સ્થાપના, મનોકામના વિધ્નહર્તા તુરંત કરશે પુરી


આ રાશિના લોકોને થશે ધન લાભ, શુક્રની રાશિમાં સર્જાયેલા આ યોગથી નોકરીમાં થશે પ્રમોશન


Ganesh Chaturthi 2023: વિધ્નહર્તા ગણપતિના આ સ્વરુપની પૂજા કરવાથી મનોકામના થશે પૂર્ણ


મિથુન રાશિ


આ રાશિમાં બુધ ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોવાથી ધનની બાબતમાં વિશેષ લાભ થઈ શકે છે. આ સમયે તમને લોટરી પણ લાગી શકે છે અથવા તો અચાનક ક્યાંકથી ધન લાભ થશે. કોઈ જગ્યાએ અટકેલું પેમેન્ટ પરત મળશે. અગાઉ કરેલા રોકાણનું રિટર્ન પણ મળી શકે છે. વિદ્યાર્થીઓને સારું પરિણામ પ્રાપ્ત થશે. જોકે આ સમય દરમિયાન ઉતાવળમાં કોઈપણ કામ કરવાનું ટાળો.


સિંહ રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહના માર્ગી થવાથી આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓનો ખજાનો ખુલી જશે. અચાનક તેમને અઢળક ધન પ્રાપ્ત થશે. ઓફિસમાં કામ અને વાતાવરણ વધારે સારું થશે. નોકરીની સારી તકો પ્રાપ્ત થશે. નવી શરૂઆત કરવાનું વિચારતા હોય તો આ સમય સારો છે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓ નિષ્ફળ થશે. આ સમય તમારા માટે અનુકૂળ છે.


તુલા રાશિ


તુલા રાશિના જાતકોને પણ આ સમય દરમિયાન અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને સફળતા મળશે. વેપારમાં નવી તક પ્રાપ્ત થશે. અંગત જીવનમાં પરિવારના લોકો સાથે સંબંધોમાં નિકટતા વધશે. કરિયરને સફળ બનાવવાના અવસર મળશે. વેપારીઓને જબરદસ્ત સફળતા મળી શકે છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)