Budh Rashi Parivartan 2023: બુધ ગ્રહને જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે. તેવામાં બુધ ગ્રહનું ગોચર 31 માર્ચે મેષ રાશિમાં થવા જઈ રહ્યું છે. બુધ ગ્રહ મીન રાશિમાંથી નીકળી મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધના આ રાશિ પરિવર્તનથી ત્રણ રાશીના લોકોને આ સમય દરમિયાન ફાયદો થશે. અત્યાર સુધી તેમના જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તેનો હવે અંત આવશે. આ સમય દરમિયાન ધન લાભની પણ શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ભુલથી પણ ઘરમાં ન રાખવી આ વસ્તુઓ, જ્યાં સુધી રહેશે ઘરમાં દરિદ્રતા નહીં છોડે પીછો


ચૈત્રી નવરાત્રી દરમિયાન કરવા લવિંગના આ ટોટકા, જીવનમાં આવેલી સમસ્યાઓ થઈ જશે દૂર


અમીર બનવું હોય તો સૂર્યાસ્ત સમયે કરી લો આ કામ, કલ્પના પણ નહીં કરી હોય તેવો થશે લાભ


મેષ રાશિ


આ રાશિના જાતકોને બુધ ગ્રહનું ગોચર લાભ આપશે. સાહસમાં વૃદ્ધિ થશે અને વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સમય દરમિયાન તમે લોકોને આકર્ષિત કરવામાં સફળ રહેશો. મીડિયા તેમજ બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકો માટે ધન લાભની પણ તકો સર્જાશે. નોકરી બદલવાની યોજના હોય તો આ સમય દરમિયાન પ્રયત્ન કરવાથી સફળતા મળશે.


કર્ક રાશિ


આ રાશિના જાતકો માટે પણ બુધનું રાશિ પરિવર્તન લાભદાયક રહેશે કાર્યોના સારા પરિણામ પ્રાપ્ત થશે અને નવી જવાબદારીઓ મળશે. માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. આ સમય દરમિયાન માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક મદદ મળી શકે છે. 


કુંભ રાશિ


કુંભ રાશિના લોકોને પણ બુધનું રાશિ પરિવર્તન લાભ આપશે. લેખન કાર્ય સાથે જોડાયેલા લોકો સારું પ્રદર્શન કરશે. આ સમય દરમિયાન ધાર્મિક યાત્રા થઈ શકે છે. ભાગ્ય ભાવમાં વૃદ્ધિ થશે. વેપારી વર્ગને ધનલાભ થશે. આ સમય દરમિયાન રોકાણ લાભકારક સાબિત થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)