ભુલથી પણ ઘરમાં ન રાખવી આ વસ્તુઓ, જ્યાં સુધી રહેશે ઘરમાં દરિદ્રતા નહીં છોડે પીછો

Vastu Tips: જો અચાનક તમારા દિવસો બદલી જાય સારા દિવસો ખરાબ દિવસોમાં બદલાય તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારા ઘરની વસ્તુઓ પર ધ્યાન આપવું. ઘણીવખત ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓની નકારાત્મક ઊર્જા સફળતાને અસર કરવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં આ 6 વસ્તુઓ રાખેલી હોય તો તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા વધી શકે છે અને તમારે જીવનમાં દુઃખોનો સામનો કરવો પડી શકે છે.

તુટેલો અરીસો અને વાસણ

1/6

ઘરમાં તૂટેલા વાસણ, અરીસા, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, ફર્નિચર, બંધ ઘડિયાળો વગેરે ન રાખવા જોઈએ. તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને વ્યક્તિને માનસિક તેમજ આર્થિક સમસ્યાઓ થાય છે. તેના કારણે માતા લક્ષ્મીનું આગમન પણ અટકી જાય છે.

ફાટેલા કપડા

2/6

ઘણીવાર લોકો ઘરના જૂના ફાટેલા કપડા ઘરમાં એકઠા કરવામાં આવે છે.. ફાટેલા જૂના કપડા ઘરમાં નકારાત્મક માનસિકતા વધારે છે. તેથી આ રીતે કપડા એકઠા કરવા નહીં અને કોઈને દાનમાં આપી દેવા જોઈએ.

મુખ્ય દરવાજા પાસે કચરો

3/6

ઘણા લોકો ઘરની મુખ્ય દરવાજા સામે જ કચરો છોડી દેતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જાવ, કારણ કે તેનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન અટકી જાય છે. તેનાથી જીવનમાં પ્રગતિમાં પણ અવરોધ આવે છે.

છત પર ગંદકી

4/6

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની છત પર ગંદકી ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં આર્થિક તંગી વધી શકે છે.  ઘરની છત પર ક્યારેય ભંગાર અથવા બિનજરૂરી વસ્તુઓ એકઠી ન કરવી.  

ફાટેલું પર્સ, તુટેલો કબાટ

5/6

ઘરમાં તિજોરી પૈસા રાખવા માટે હોય છે તેવી જ રીતે રોજની જરૂરીયાતના પૈસા પર્સમાં રાખવામાં આવે છે. તેથી આ બંને વસ્તુઓ પણ તુટેલી ન હોવી જોઈએ. ફાટેલું પર્સ અને તૂટેલી તિજોરી ક્યારેય ન રાખવા. સાથે જ પર્સમાં પૈસા પણ વેરવિખેર ન હોવા જોઈએ.

દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ

6/6

દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ ક્યારેય ઘરમાં ન રાખવી. તેના કારણે આર્થિક નુકશાન થાય છે. આ સિવાય ઘરને દેવી-દેવતાઓના ચિત્રોથી શણગારવું પણ જોઈએ. એક જ દેવતાની 3-4 મૂર્તિઓ અને તસવીરો રાખવી પણ અશુભ માનવામાં આવે છે.