Budh Shani Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર બુધનું ગોચર વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા, વાણી, વેપાર પર અસર કરે છે. જ્યારે શનિ વ્યક્તિને કઠોર પરિશ્રમ કરવા માટે પ્રેરિત કરે છે. શનિ વ્યક્તિને ધૈર્યવાન અને અનુશાષિત બનાવે છે. જ્યારે શનિ અને બુધ બંને સાથે ખાસ યુતી બનાવે ત્યારે વ્યક્તિના જીવન પર તેનો વિશેષ પ્રભાવ પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 ઓક્ટોબર અને મંગળવારે બપોરથી ગ્રહોના રાજકુમાર બુધ અને કર્મ ફળના સ્વામી શનિ એકબીજાને નવપંચમ દૃષ્ટિથી જોશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ અને શનિ ગ્રહની નવ પંચમ દૃષ્ટિ શુભ છે. બુધ અને શનિના સંદર્ભમાં જ્યારે શનિ બુધ ગ્રહથી પાંચમા કે નવમાં ભાવમાં સ્થિત હોય તો બંને ગ્રહ એકબીજાને 120 ડિગ્રી પર જોવે છે. તેને નવપંચમ દ્રષ્ટિ કહેવાય છે.


આ પણ વાંચો:10 દિવસમાં 3 વખત ગોચર કરશે બુધ ગ્રહ, 5 રાશિ બનશે ભાગ્યશાળી, દિવાળી પર થશે ધનનો વરસાદ


જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર આ મહિનામાં શનિ અને બુધની જે નવ પંચમ દૃષ્ટિ સર્જાશે તેના કારણે ત્રણ રાશી ના લોકો માલામાલ થઈ જશે. આ રાશિના લોકોને ધન સફળતા અને સમૃદ્ધિ બધું જ એક સાથે મળશે. તો ચાલો તમને પણ જણાવીએ આ લકી રાશિઓ કઈ છે ?


બુધ શનિની નવપંચમ દૃષ્ટિ આ 3 રાશિ માટે શુભ 


આ પણ વાંચો:Budhaditya Yoga 2024: તુલા રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી 3 રાશીને થશે અચાનક ધનલાભ


કન્યા રાશિ 


વેપારમાં વૃદ્ધિ થશે. નવા વ્યાપારિક સંબંધ બનશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. પારિવારિક જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધ સુધરશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. 


આ પણ વાંચો:Guru Pushya Yog: દિવાળી પહેલા સર્જાશે ગુરુ પુષ્ય યોગ, 3 રાશીના લોકોને થશે ધનલાભ


વૃશ્ચિક રાશિ 


પેપરમાં લાભ થશે. સંપત્તિથી લાભ મળશે. નોકરી અને ધનમાં સ્થિરતા આવશે. આવક વધશે. વેપાર સંબંધિત યાત્રા સફળ થશે. વિદ્યાર્થીઓને શિક્ષામાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. બીમારીઓથી છુટકારો મળશે. જ્ઞાન વધશે. 


આ પણ વાંચો:Vastu Tips: ઘરમાં આ 5 જગ્યાએ ન રાખવા જુતા-ચપ્પલ, રાખવાથી વધશે ઝઘડા અને ગરીબી


મકર રાશિ 


આવક વધશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ધન લાભના યોગ બની રહ્યા છે. વેપાર સંબંધિત યાત્રા સફળ સાબિત થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. શારીરિક અને માનસિક રીતે મજબૂત અનુભવ કરશો. સામાજિક પ્રતિષ્ઠા વધશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)