Budhaditya Yoga 2024: તુલા રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી 3 રાશીને થશે અચાનક ધનલાભ, પ્રતિષ્ઠામાં થશે વધારો
Budhaditya Yoga 2024 : જ્યોતિષ ગણના અનુસાર 10 ઓક્ટોબરથી તુલા રાશિમાં બુધ ગોચર કરે છે. જ્યારે 17 ઓક્ટોબર અને ગુરુવારે સૂર્ય પણ તુલા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. બુધ અને સૂર્યનું તુલા રાશિમાં મિલન શુભ સાબિત થવાનું છે. તુલા રાશિમાં બુધ અને સૂર્યની યુતીથી બુધાદિત્ય યોગ સર્જાયો છે જેના કારણે ત્રણ રાશિના લોકોને શુભ ફળ મળશે.
Trending Photos
Budhaditya Yoga 2024 : બધા જ ગ્રહોના નિયંત્રક અને સ્વામી સૂર્ય ગ્રહ છે. સૂર્ય ગ્રહ એક રાશિમાં ૩૦ દિવસ સુધી રહે છે અને પછી બીજી રાશિમાં ગોચર કરે છે. એવી જ રીતે બુધ ગ્રહ એક રાશિમાં 21 દિવસ સુધી રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય અને બુધ પોતાની ચાલ બદલે છે તો માનવ જીવન પર તેની વ્યાપક અસર જોવા મળે છે. સૂર્ય અને બુધ બંને ગ્રહ વ્યક્તિના જીવનમાં સૌભાગ્ય સ્વાસ્થ્ય ધન સમૃદ્ધિ વધારનાર ગ્રહ માનવામાં આવે છે.
જ્યોતિષ ગણના અનુસાર 10 ઓક્ટોબરથી તુલા રાશિમાં બુધ ગોચર કરે છે. જ્યારે 17 ઓક્ટોબર અને ગુરુવારે સૂર્ય પણ તુલા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. બુધ અને સૂર્યનું તુલા રાશિમાં મિલન શુભ સાબિત થવાનું છે. તુલા રાશિમાં બુધ અને સૂર્યની યુતીથી બુધાદિત્ય યોગ સર્જાયો છે જેના કારણે ત્રણ રાશિના લોકોને શુભ ફળ મળશે.
સૂર્ય બુધના મિલનથી આ ત્રણ રાશિને થશે ફાયદો
વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. તુલા રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી આ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. વેપાર, સંચાર અને લેખન ક્ષેત્રમાં સફળતા મળશે. આ રાશિના લોકો પોતાના વિચારથી બીજાને પ્રભાવિત કરવામાં સફળ થશે. નોકરીમાં પદ વધી શકે છે. આ સમય દરમિયાન ધન લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક ચિંતા ઓછી થશે.
કન્યા રાશિ
બુધ અને સૂર્યની યુતી કન્યા રાશિ માટે અનુકૂળ સાબિત થશે. કન્યા રાશિના લોકોને નોકરીમાં લાભ થશે. ધનપ્રાપ્તિના પ્રયત્નો ફળશે. નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે. કારકિર્દીમાં સફળતા મળશે. વેપાર ધંધાનો વિસ્તાર થશે. પારિવારિક સંબંધ મજબૂત થશે. સંબંધો સુધારશે. વેપારમાં નફો વધશે.
સિંહ રાશિ
સિંહ રાશિને પણ સૂર્ય અને બુધ શુભ ફળ આપશે. આ રાશિના લોકો લક્ષ પ્રાપ્ત કરવામાં સફળ થશે. માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. નિર્ણય લેવાની ક્ષમતા સુધરશે. રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થશે. શેર માર્કેટમાં અને વેપારમાં લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. ખર્ચા પર કાબુ રહેશે. બચત વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે