વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે, જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે જરૂર પડે છે. એવી જ રીતે બુદ્ધિના દાતા બુધ અને દૈત્યોના ગુરુ શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યા છે. જેનાથી બંને ગ્રહોની યુતિ ફેબ્રુઆરી માસમાં થઈ રહી છે. બંને ગ્રહોની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ શુભ યોગ બનવાથી અનેક રાશિઓના જીવનમાં ખુશીઓ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સુખ સંપત્તિના કારક શુક્ર 12 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 4.41 વાગે મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ બુધ બિરાજમાન છે. આવામાં મકર રાશિમાં બંને ગ્રહોની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ  થશે. જાણો કઈ રાશિઓને લાભ થશે....


મેષ રાશિ
આ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ દસમા ભાવમાં બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને ધનનો લાભ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે જ વેપાર સાથે જોડાયેલા લોકોને અપાર સફળતા મળશે. રોકાણની યોજના ઘડી રહેલા લોકોને લાભ થશે. શુક્રના પ્રભાવથી સંબંધો ગાઢ બનશે. આ સાથે જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 


કન્યા રાશિ
લક્ષ્મી નારાયણ યોગ કન્યા રાશિના જાતકો માટે ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ રહેશે. શુક્ર અને બુધ તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડશે. નવો વેપાર શરૂ કરવાની યોજના લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સાથે જ સંભવિત નાણાકીય લાભ મળી શકે છે. નોકરીયાતોને અપાર સફળતાની સાથે પ્રગતિ મળશે. તમારા કામથી વરિષ્ઠ લોકો પણ પ્રસન્ન થઈ શકે છે. પગારમાં વધારા સાથે કોઈ મોટી જવાબદારી મળી શકે છે. કૌટુંબિક જીવન પણ સારું રહેશે. સંતાન તરફથી કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. 


મકર રાશિ
લક્ષ્મી નારાયણ યોગ લગ્ન ભાવમાં બની રહ્યો છે. આવામાં શુક્ર સાથે બુધની યુતિથી જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે. કરિયરમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. કરિયરની વાત કરીએ તો વૃદ્ધિ સાથે ઉન્નતિ અને પ્રગતિ થશે. કામની પ્રશંસા થશે. લગન અને મહેનતને જોતા ઉચ્ચ અધિકારી તમારી પદોન્નતિ કરી શકે છે. વેપાર ક્ષેત્રની વાત કરીએ તો તમારી ઉન્નતિ થઈ શકે છે. કોઈ મોટી ડીલ સાઈન થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી વેપારમાં અપાર વૃદ્ધિ થશે. નાણાકીય લાભ મળશે. ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. પરિવાર અને મિત્રો સાથે સારો સમય વીતશે. જીવનસાથી સાથે સારો સમય વીતશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube