Budh Nakshatra Gochar: સ્વાતિ નક્ષત્રમાં બુધનો પ્રવેશ 5 રાશિઓને અચાનક ધનલાભ કરાવશે, રાહુ પણ થશે મહેરબાન
Budh Nakshatra Gochar: બુધ ગ્રહ શુભ ગ્રહ છે. 14 ઓક્ટોબર 2024 ના રોજ બુધ નક્ષત્ર પરિવર્તન કરી સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહનું આ નક્ષત્ર પરિવર્તન 5 રાશિના લોકોને ધનવાન બનાવી શકે છે. આ 5 રાશિઓ કઈ કઈ ચાલો જાણીએ.
Budh Nakshatra Gochar: જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર કહેવાય છે. બુધ ગ્રહ વાણી, બુદ્ધિ, લેખન, તર્કનો કારક ગ્રહ છે. માનવ જીવનમાં બુધનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. લોકોના જીવનમાં બુધ ગ્રહ મિત્રતા, સંબંધ અને નાના ભાઈ બહેનોને પણ દર્શાવે છે. બુધની ચાલ બદલે ત્યારે લોકોના જીવનના આ ક્ષેત્રો પર અસર થાય છે.
આ પણ વાંચો: સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં કરશે ગોચર, 30 દિવસ આ 3 રાશિઓ પર થશે ધનનો વરસાદ
બુધ ગ્રહ હાલ ચિત્રા નક્ષત્રમાં બિરાજમાન છે. 14 ઓક્ટોબર અને સોમવારે બપોરે બુધ ગ્રહ સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે. સ્વાતિ નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ છે. અને આ નક્ષત્ર તુલા રાશિમાં પડે છે. રાહુના નક્ષત્રમાં બુદ્ધના પ્રવેશ થી બધી જ રાશિઓને અસર થશે. પરંતુ પાંચ રાશિના લોકો માટે આ નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. ચાલો તમને જણાવીએ આ પાંચ લકી રાશિ કઈ છે ?
સ્વાતિ નક્ષત્રમાં બુધનું ગોચર
આ પણ વાંચો: 13 ઓક્ટોબર સુધી 3 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ, દરેક કામ થશે સફળ, વધશે આવક
મિથુન રાશિ
સ્વાતિ નક્ષત્રમાં બુધના ગોચરથી મિથુન રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. વેપાર વૃદ્ધિ થશે. નવા વ્યાપારિક સંબંધો બનશે. નવી નોકરી શોધતા લોકોને સફળતા મળશે. શેર માર્કેટથી લાભ થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. પરિવારિક સંબંધો મજબૂત થશે.
આ પણ વાંચો: Weekly Horoscope: આ સપ્તાહ મેષ, મિથુન સહિત 5 રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનાર
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે પણ બુધનું નક્ષત્ર ગોચર લાભકારી છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. રોકાણ કરવાથી લાભ મળી શકે છે. ધંધામાં નવી શરૂઆત કરવા માટે સારો સમય.. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળી શકે છે. જીવન સાથે સાથે સંબંધ મજબૂત થશે.
આ પણ વાંચો: માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો સવારે ઉઠતાવેંત કરો આ 4 શુભ કામ, ધનથી છલકાશે તિજોરી
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે પણ બુધનું ગોચર શુભ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારમાં સ્થિરતા આવશે અને નફો વધશે. રોકાણ માટે સારું સમય. શેર માર્કેટમાં રોકાણથી લાભ થશે. મિત્રો સાથે સંબંધ મજબૂત થશે. વિવાહના યોગ બની શકે છે.
આ પણ વાંચો: ઓક્ટોબરમાં બુધના ડબલ ગોચરથી 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક કાર્યમાં મળશે ડબલ લાભ
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે બુધનું ગોચર સકારાત્મક છે. નોકરીમાં પદ વધી શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. વેપાર વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. શિક્ષામાં સફળતા મળશે. પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશો. માનસિક ચિંતાથી મુક્તિ મળશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે સ્વાતિ ક્ષેત્રમાં બુધનું ગોચર શુભ છે. વેપારમાં સ્થિરતા આવશે. નફામાં વધારો થશે. નવા સંબંધો બનશે. ધન કમાવાના પ્રયત્નો સફળ થશે. નોકરીમાં પદ વધવાની સંભાવના. આવક વધશે. શેર માર્કેટમાં રોકાણથી લાભ થશે.. સ્વાસ્થ્ય સારું રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)