Budhaditya Rajyog: દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ બદલે છે. આ ક્રમમાં 16 જુલાઈ 2024 ના રોજ ગ્રહોના રાજા સૂર્યએ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં ગ્રહોના રાજકુમાર બુધ પહેલાથી જ ગોચર કરે છે. કર્ક રાશિ ચંદ્રની રાશિ છે. ચંદ્રની રાશિમાં સૂર્ય અને બુધની યુતિ સર્જાય છે જેના કારણે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થયું છે. બુધાદિત્ય રાજયોગ રાશિચક્રની ચાર રાશિના લોકો માટે લાભકારી સાબિત થશે. આ સમય દરમિયાન કઈ રાશિના લોકોને કેવો લાભ થશે તે પણ જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ 4 રાશિ માટે બુધાદિત્ય રાજયોગ શુભ ?


આ પણ વાંચો: Chaturmas 2024: આ 5 રાશિઓ માટે ચાતુર્માસ ભાગ્યશાળી, 4 મહિના આ રાશિના લોકો કરશે રાજ


કર્ક રાશિ 


આ રાશિમાં જ સૂર્ય અને બુધ એક સાથે ગોચર કરે છે જેના કારણે બુધાદિત્ય રાજયોગ આ રાશિ માટે વરદાન સમાન છે. આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને પગાર વધારો કે પ્રમોશન મળી શકે છે. સમાજમાં માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. આત્મવિશ્વાસ વધશે. વિવાહિક લોકોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે. 


કન્યા રાશિ 


બુધાદિત્ય રાજ્યોગ આ રાશિ માટે પણ શુભ સાબિત થશે. આવકમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. શેરબજાર અને સત્તા કે લોટરીમાંથી લાભ થશે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે. રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ. 


આ પણ વાંચો: 50 વર્ષ પછી સૂર્ય અને શનિએ બનાવ્યો ખતરનાક ષડાષ્ટક યોગ, જાણો કઈ રાશિઓએ રહેવું સાવધાન


તુલા રાશિ 


બુધાદિત્ય રાજયોગ તુલા રાશિ માટે પણ લકી સાબિત થશે. કારકિર્દી અને કારોબારમાં સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. નોકરી કરતા લોકોની પદોન્નતી થઈ શકે છે. સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે શુભ સમય. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. 


આ પણ વાંચો: Purnima Upay: પૂનમની તિથિ પર કરેલા આ ઉપાય વ્યક્તિને બનાવી શકે છે કરોડપતિ


મિથુન રાશિ 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધાદિત્ય રાજયોગ આ રાશિ માટે પણ શુભ છે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. યોજનાઓ સફળ થશે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળે તેની સંભાવના. ભાગ્યનો સાથ મળશે. કરિયરમાં પ્રગતિ થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)