Shadashtak Yog 2024: 50 વર્ષ પછી સૂર્ય અને શનિએ બનાવ્યો ખતરનાક ષડાષ્ટક યોગ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું પડશે સાવધાન
Shadashtak Yog 2024: જ્યારે શનિ અને સૂર્ય કોઈ યોગ બનાવે છે તો તેનો પ્રભાવ દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. આવા જ એક યોગનું નિર્માણ 16 જુલાઈએ થયું છે. તે કેટલીક રાશિના લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સૂર્ય અને શનિએ ષડાષ્ટક યોગ બનાવ્યો છે. આ યોગમાં પાંચ રાશિના લોકોએ વિશેષ સાવધાન રહેવાની જરૂર છે.
Trending Photos
Shadashtak Yog 2024: જ્યોતિષશાસ્ત્રમાં બધા જ ગ્રહોનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.. સૂર્ય અને શનિ ગ્રહનું પણ વિશેષ મહત્વ છે. સૂર્ય આત્માનો કારક ગ્રહ છે તો શનિ ન્યાયનો કારક ગ્રહ છે. જોકે આ બંને ગ્રહો વચ્ચે શત્રુતાનો ભાવ હોય છે. જ્યારે શનિ અને સૂર્ય કોઈ યોગ બનાવે છે તો તેનો પ્રભાવ દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. આવા જ એક યોગનું નિર્માણ 16 જુલાઈએ થયું છે. તે કેટલીક રાશિના લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સૂર્ય અને શનિએ ષડાષ્ટક યોગ બનાવ્યો છે. આ યોગમાં પાંચ રાશિના લોકોએ વિશેષ સાવધાન રહેવાની જરૂર છે.
શનિ સૂર્યનો ષડાષ્ટક યોગ
કર્ક રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય આ રાશિમાં જ ગોચર કરે છે અને ત્યાં જ તેણે શનિ સાથે ષડાષ્ટક યોગ બનાવ્યો છે. તેવામાં આ રાશિની સ્થિતિ સારી નહીં ગણાય. ખાસ તો સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ રહી શકે છે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન કરવો. કારકિર્દીમાં પણ પડકારનો સામનો કરવો પડી શકે છે. અષ્ટમ ભાવમાં શનિ હોવાથી કાર્યોમાં રૂકાવટ આવી શકે છે. આ સમય દરમિયાન ધીરજથી કામ લેવું.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે પણ શનિ સૂર્યનો ષડાષ્ટક યોગ આર્થિક સમસ્યા વધારી શકે છે. વૈવાહિક જીવનમાં પણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન શાંતિથી જીવનસાથીની વાત સમજવાનો પ્રયત્ન કરવો. કરિયરમાં પરેશાની આવી શકે છે.
કન્યા રાશિ
આ રાશિના પ્રોફેશનલ લોકોની લાઈફ પર ષડાષ્ટક યોગનો પ્રભાવ જોવા મળશે. શત્રુ તમારા વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે. કાર્ય સ્થળ પર રાજકારણથી દૂર રહેવું. કરજ લેવાથી કે દેવાથી બચવું નહીં તો આર્થિક સમસ્યામાં પડી શકો છો. સરકારી ક્ષેત્રે કામ કરતા લોકોને લાભ થઈ શકે છે.
ધન રાશિ
સમય ઉતાર ચઢાવ ભરેલો હોઈ શકે છે. કારણ વિના વાદ-વિવાદમાં પડી શકો છો. આત્મવિશ્વાસ ઘટી શકે છે. નકારાત્મક વિચારો વધી શકે છે. પારિવારિક જીવનમાં સંભાળીને રહેવું. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારનું રોકાણ સમજી વિચારીને કરવું.
કુંભ રાશિ
આ સમય કુંભ રાશિ માટે મુશ્કેલી ભર્યો હોઈ શકે છે. શનિ અને સૂર્યનો ષડાષ્ટક યોગ બનતા કામ પણ બગાડી શકે છે. નકારાત્મક વિચારો મનમાં વધી જશે. સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઘેરાઈ શકો છો. પ્રેમ અને વૈવાહિક જીવનમાં ગેરસમજ થઈ શકે છે. શાંતિ જાળવવી રાખવા માટે પ્રયત્ન કરવા.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે