Budhaditya Rajyog 2023: સૂર્ય ગ્રહ દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ પણ કહેવાય છે. જેમકે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તો તેને મકરસંક્રાંતિ કહેવાય છે. આ રીતે ડિસેમ્બર મહિનામાં સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યની ધન સંક્રાંતિ સાથે કમુરતા શરૂ થઈ જશે. એટલે કે આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય નહીં થાય. 16 ડિસેમ્બરથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે અને 15 જાન્યુઆરી 2024 સુધી આ રાશિમાં ગોચર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે બુધાદિત્ય રાજયોગ પણ બનશે કારણ કે ધન રાશિમાં પહેલાથી જ બુધ ગ્રહ ગોચર કરી રહ્યો છે. સૂર્ય અને બુધની યુતિ બુધાદિત્ય રાજયોગ બનાવે છે અને આ રાજયોગ ખૂબ જ ફળદાયી હોય છે. ધન રાશિમાં બનતો આ રાજયોગ ત્રણ રાશિના લોકો માટે લાભકારી રહેશે. આ રાજયોગના કારણે ત્રણ રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ શરૂ થશે. આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં લાભ થશે. 


આ પણ વાંચો: Kala Dhaga: ગળામાં કાળો દોરો બાંધવાથી થાય છે 5 ચમત્કારી ફાયદા, દુર થાય છે આ તકલીફો


આ ત્રણ રાશિઓને બુધાદિત્ય રાજયોગથી થશે લાભ


મેષ રાશિ


મેષ રાશિના લોકોને બુધાદિત્ય રાજયોગ ખૂબ જ લાભ કરાવશે. આ રાશિના લોકોને દરેક ડગલે ભાગ્યનો સાથ મળશે. દરેક યોજના સફળ થશે અને ધન લાભ વધશે. બેંક બેલેન્સમાં વધારો થશે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. યાત્રા પર જઈ શકો છો.


આ પણ વાંચો: Surya Shani Yuti 2024: વર્ષ 2024 માં સંભાળીને રહે આ 3 રાશિ, ભુક્કા બોલાવશે શનિ-સૂર્ય


કન્યા રાશિ


કન્યા રાશિના લોકોને પણ બુધાદિત્ય રાજયોગ ફાયદો કરાવશે. આવકમાં વધારો થશે અને અચાનક ધન પ્રાપ્ત થશે. નવું ઘર કે ગાડી ખરીદી શકો છો. પરિવાર સાથે સંબંધ સુધારશે. શાંતિની અનુભૂતિ થશે. સંપત્તિથી લાભ થશે. નોકરીમાં અટકેલું પ્રમોશન મળી શકે છે.


આ પણ વાંચો: Astro Tips: પગના તળિયામાં ખંજવાળ આવે તો લાભ થાય કે નુકસાન ? જાણો શુભ અશુભ સંકેત વિશે


ધન રાશિ


આ રાશિમાં જ સૂર્ય અને બુધનો રાજયોગ બની રહ્યો છે તેથી આ રાશિના લોકો માટે આ યોગ વિશેષ ફળદાયી રહેશે. સૂર્ય અને બુધની યુતિથી ધન રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પર્સનાલિટીમાં આકર્ષણ વધશે અને લોકો તમારાથી પ્રભાવિત થશે. કમાણીમાં વધારો થશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે અવિવાહિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)