Navratri 2023: આ વર્ષે 15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીનું સમાપન 24 ઓક્ટોબરે થશે. આ વર્ષે નવ દિવસ સુધી નવરાત્રી હશે. એટલે કે નવરાત્રી દરમિયાન એક પણ તિથિનો ક્ષય નથી. જે ખૂબ જ ખાસ અને શુભ ગણાય છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન 3 રાજયોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રી દરમિયાન 30 વર્ષ પછી શનિ પોતાની કુંભ રાશિમાં ગોચર કરશે જેના કારણે શશ રાજયોગ બની રહ્યો છે આ સમય દરમિયાન બુધ અને સૂર્ય કન્યા રાશિમાં હશે જેના કારણે બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. બુધ આ સમયે પોતાની સ્વરાશિમાં ગોચર કરશે જેના કારણે ભદ્ર રાજયોગ પણ બનશે. આ રાજયોગના કારણે કેટલીક રાશિના લોકો માટે નવરાત્રી શુભ અને ખાસ બની જશે. આ રાશિના લોકોના ધન ધાન્યમાં વધારો થશે અને સમાજમાં માન સન્માન મળશે. તો ચાલો તમને જણાવીએ નવરાત્રી દરમિયાન કઈ રાશિના લોકોને લાભ થવાનો છે.


આ પણ વાંચો:


30 ઓક્ટોબરથી 3 રાશિઓને રાહુ-કેતુના કષ્ટથી મળશે મુક્તિ, 18 મહિના સુધી મળતો રહેશે લાભ


વૈવાહિક જીવનમાં હોય સમસ્યા તો શુક્રવારે આ મંત્ર કરો જાપ, દાંપત્યજીવનમાં આવશે મધુરતા


Vakri Guru 2023: 31 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓને મળશે લખલૂટ પૈસા, વક્રી ગુરુ કરશે કૃપા


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકોને નવરાત્રી દરમિયાન શુભ ફળ પ્રાપ્ત થશે. માં દુર્ગાની કૃપાના કારણે તેમના અટકેલા કામમાં ગતિ આવશે. આ સમય દરમિયાન મોટો ધન લાભ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. ધાર્મિક યાત્રા થઈ શકે છે. મોટી જવાબદારી મળશે. આવકના નવા સ્ત્રોત બનશે.


તુલા રાશિ


તુલા રાશિના જાતકોને પણ શારદીય નવરાત્રી ફળવાની છે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આ સમય દરમિયાન રોકાણથી લાભ થશે. અટકેલા કામ પૂરા થશે અને બેંક બેલેન્સ વધશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે.


આ પણ વાંચો:


ઘરની આ દિશામાં લગાડેલું વિંડ ચાઈમ બદલશે તમારું ભાગ્ય, ઘરમાં વધશે સુખ-શાંતિ અને ધન


શાંત સ્વભાવ અને કોમળ હૃદયના હોય છે આ તારીખે જન્મેલા લોકો, બુદ્ધિ હોય ચાણક્ય જેવી


મકર રાશિ


મકર રાશિના લોકોને પણ નવરાત્રી લાભ કરાવનાર સાબિત થશે. આ સમય તમને માલામાલ કરી શકે છે. માતા દુર્ગાની કૃપાથી નવરાત્રી દરમિયાન વાહન કે સંપત્તિની ખરીદી થઈ શકે છે. કાર્ય સ્થળ પર તમારા કાર્યની પ્રસંશા થશે. નોકરી કરતા લોકોને પ્રમોશનની પ્રબળ સંભાવના છે. વેપારમાં લાભ થશે. અટકેલો પૈસો પરત મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)