Budhaditya yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયાંતરે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. કેટલીક વાર આ રાશિ પરિવર્તન દરમિયાન બે ગ્રહોની યુતિ સર્જાય છે. જેનો પ્રભાવ લોકોના જીવન પર પણ જોવા મળે છે. આવી જ યુતિ બુધ અને સૂર્ય ગ્રહની સર્જાઈ છે. 14મી મે સુધી સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે. તેવામાં બુધ ગ્રહના મેષ રાશિમાં પ્રવેશથી બુધાદિત્ય રાજયોગ સર્જાયો છે જે 5 રાશિના લોકો માટે લાભકારી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ - બુધ અને સૂર્ય એક જ રાશિમાં હોવાને કારણે બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ યોગ મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનો છે. મેષ રાશિના લોકોને નોકરી કે બિઝનેસમાં ફાયદો થશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય સાનુકૂળ છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.


આ પણ વાંચો: 


Lizard Indication: જાણો ઘરમાં ગરોળી હોવી શુભ કે અશુભ?


5 મે 2023 ના રોજ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક કાળ માન્ય છે કે નહીં


અત્યંત ચમત્કારી હોય છે આ સફેદ ફૂલ, દાંપત્યજીવનથી લઈ પરિવારનો ક્લેશ કરી શકે છે દુર


કર્ક - કર્ક રાશિના લોકોને આ સમય નોકરીમાં પદોન્નતી, નાણાકીય લાભ અને સફળતા આપશે. કર્ક રાશિના જાતકોને નવી તકો મળશે. જો તમે વિદેશમાં નોકરી કરવાનું વિચારી રહ્યા છો તો તમને સારે ઓફર પણ મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. નાના ભાઈ-બહેનોનો સહયોગ મળશે. વેપારીઓની આવકમાં વધારો થઈ શકે છે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળી શકે છે. 


સિંહ -  સિંહ રાશિના જાતકોને સૂર્યના રાશિ પરિવર્તનથી લાભ થશે. નોકરી ધંધામાં પ્રગતિ થશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. અટકેલા કામ પૂરા થશે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળશે. સિંહ રાશિના જાતકોની આવક અને સફળતામાં અણધાર્યા વધારો થવાના સંકેત છે, 


ધન - રાશિના જાતકોને આ યોગથી લાભ મળશે. ધન રાશિના લોકોને ઉચ્ચ શિક્ષણની તક મળી શકે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો, તો તમને સારી તકો મળશે. પ્રેમ સંબંધો મજબૂત રહેશે જો તમે લગ્ન કરવા માંગો છો તો આ સમય સારો છે. જો તમે ભાગીદારીમાં વેપાર કરવા માંગો છો તો આ એક શ્રેષ્ઠ તક છે.


કુંભ -  કુંભ રાશિના લોકોને પ્રવાસની તકો મળશે. અચાનક તમને કોઈ લાંબી યાત્રા પર જવાનું મન થઈ શકે છે. મીડિયા ક્ષેત્રે કામ કરતા લોકોને નવી તકો મળશે. તમારા પિતા સાથે તમારા સંબંધો સુધરશે. પ્રમોશન થઈ શકે છે. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે.
 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)