Budhwar Upay: પૈસા નથી ટકતા તમારી પાસે ? તો બુધવારે આ સરળ કામ કરી બદલો તમારું ભાગ્ય, અચૂક છે આ ઉપાયો
Budhwar Upay: બુધવારના દિવસે વ્રત કરવું પણ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરી લેવાથી જીવનમાંથી આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
Budhwar Upay: હિન્દુ શાસ્ત્રમાં જણાવાયું છે કે સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. જેમાં બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય દેવ ગણપતિને સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક સરળ કામ કરી લેવામાં આવે તો ભક્તોના જીવનના બધા કષ્ટ પણ દૂર થઈ જાય છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરી લેવાથી દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે અને ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 6 માર્ચ: વિજયા એકાદશી અને બુધવાર કઈ કઈ રાશિ માટે શુભ જાણવા વાંચો રાશિફળ
હિંદુ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ શુભ કે માંગલિક કાર્ય કરવાનું હોય તો સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા પછી જે પણ કામ કરવામાં આવે છે તે નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. તેમની પૂજાથી વ્યક્તિના દરેક કાર્યની બાધાઓ દૂર થવા લાગે છે.. તેમના આશીર્વાદ પ્રાપ્ત હોય તો દરેક કાર્યોમાં સફળતા મળવા લાગે છે. બુધવારના દિવસે વ્રત કરવું પણ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરી લેવાથી જીવનમાંથી આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
બુધવારના અચૂક ઉપાય
આ પણ વાંચો: Roti Ke Upay: રોટલી બનાવવા લોઢી ગરમ કરો ત્યારે કરી લો આ ટોટકો, ઘરમાં વધશે બરકત
- બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી શુભ ગણાય છે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો છે કે બુધવારે તેમની પૂજા કરીને તેમને દુર્વા અર્પણ કરો. દુર્વા અર્પણ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે.
- જો તમે લાંબા સમયથી નોકરી કરી રહ્યા છો અને તમને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તો બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું. આમ કરવાથી તમને દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે.
આ પણ વાંચો: Arthik Rashifal March 2024: માર્ચમાં આ રાશિઓ પર લક્ષ્મીજી કરશે કૃપા, ધનનો વરસાદ થશે
- બુધવારના દિવસે ગણેશના મંદિરમાં જઈને તેમને સિંદૂર ચઢાવો. ત્યાર પછી તે સિંદૂરથી પોતાના માથા પર તિલક કરો. આ કામ કરીને તમે જે પણ કાર્ય કરવા જશો તેમાં તમને સફળતા મળશે.
- જો કુંડળીમાં બુધ ગ્રહનો દોષ હોય તો ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. બુધ દોષથી છુટકારો મેળવવા માટે ભગવાન ગણેશની સાથે માં લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ.
આ પણ વાંચો: મહાશિવરાત્રી પર સર્જાશે એક દુર્લભ સંયોગ, કુંભ સહિત આ 5 રાશિઓ સાબિત થશે ભાગ્યશાળી
- બુધવારના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં ગંગાજળ છાંટવું તેનાથી માં લક્ષ્મીનો પ્રવેશ ઘરમાં થાય છે અને ઘરની ધન સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)