Budhwar ke Upay: ભગવાન ગણેશ બધા જ દેવી દેવતામાં પ્રથમ પૂજ્ય છે. કોઈપણ શુભ કાર્ય હોય તો સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કર્યા વિના કોઈ પણ કાર્યની શરૂઆત કરવામાં આવતી નથી. કારણ કે જે કાર્યમાં ભગવાન ગણેશના આશીર્વાદ મળી જાય તે કાર્યોમાં સફળતા મળવી નિશ્ચિત હોય છે. આવી જ રીતે જીવનમાં જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે પણ ભગવાન ગણેશની આરાધના કરવાથી સમસ્યાનું નિવારણ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન ગણેશની આરાધના માટે બુધવારનો દિવસ અતિ ઉત્તમ છે. માન્યતા છે કે બુધવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી ભગવાન ગણેશના અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે તમને એવા ચાર ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી નોકરી અને વેપારમાં વ્યક્તિને જબરદસ્ત સફળતા મળવા લાગે છે 


આર્થિક તંગી દૂર કરવાનો ઉપાય


આ પણ વાંચો:


19 ઓક્ટોબરથી 5 રાશિના લોકો થશે માલામાલ, મળશે નવી નોકરી, વેપારમાં થશે વૃદ્ધિ


અષ્ટમી પર બની રહ્યો છે અદભુત સંયોગ, આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અક્ષય ફળ


Rahu Gochar 2023: 30 ઓક્ટોબરે રાહુ બદલશે રાશિ, 3 રાશિના લોકો રાતોરાત બનશે ભાગ્યશાળી


જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધનો દોષ હોય તો તેને આજીવન ધનની તંગીનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં બુધ દોષનું નિવારણ કરવા માટે બુધવારે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી સાથે બુધ દેવની પણ પૂજા કરવી. આમ કરવાથી ઘરમાં ધનની આવક વધે છે.


કારકિર્દીમાં સફળતા માટે


જે લોકો નોકરી કરે છે પરંતુ નોકરીમાં અપેક્ષા અનુસાર પગાર વધારો કે પ્રમોશન મળતું નથી અને વર્ષોથી તેઓ એક જ પોસ્ટ પર અટકેલા છે તેમણે બુધવારના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો અને સાથે જ જરૂરિયાત મંદ વ્યક્તિને લીલી વસ્તુનું દાન કરવું. આમ કરવાથી ભાગ્યના બંધ દરવાજા ખુલે છે અને કારકિર્દીની ગાડી પૂરપાટ ઝડપે દોડવા લાગે છે.


કાર્યોમાં સફળતા માટે


જો તમે કોઈ કાર્ય કરવાની શરૂઆત કરો છો પરંતુ તેમાં વારંવાર બાધા આવે છે અને કાર્ય પૂર્ણ થઈ શકતું નથી તો ભગવાન ગણેશનો આ ઉપાય કરવો. ભગવાન ગણેશની નિયમિત પૂજા કરવી અને ખાસ કરીને બુધવારે તેમને દુર્વા અર્પણ કરો. આમ કરવાથી તમારા પર ભગવાન ગણેશના આશીર્વાદ રહેશે અને કાર્યમાં સફળતા મળશે.


ગૃહ કલેશથી મુક્તિ માટે


જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય અને બીમારી પણ પીછો છોડતી ન હોય તો બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી સાથે જ પૂજામાં જે કંકુનો ઉપયોગ થયો હોય તેનાથી પોતાના માથા પરથી તિલક કરો. પૂજા કરી ભગવાનને મોદકનો ભોગ ધરાવો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)